પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રહેનાર બે યુવકો મયુર જૈસવાલ અને આકાશ રાવલે તાજેતરમાં વડોદરા ખાતે ગુજરાત રાજ્ય બોડી બિલ્ડીંગ એસોસિએશન દ્વારા જુનિયર મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભાગ લીધો હતો. આ બંને યુવકોને નાનપણથી જ બોડી બિલ્ડર બનવાનો શોખ હતો.
પંચમહાલના યુવાઓએ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં જિલ્લાનું નામ કર્યું રોશન
પંચમહાલ: જિલ્લાના ગોધરા ખાતે રહેતા બે યુવકોએ બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં નામ કાઢ્યું છે. જેમને તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલી મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં આ યુવકોએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. હવે તેમની પસંદગી આગામી મહિનામાં ઓડિશા ખાતે યોજાનારા નેશનલ કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામતા તેમને પંચમહાલ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
આ સ્પર્ધામાં મયુર જૈસવાલે 65-70 કિલોની કેટેગરીમાં પ્રથમ નંબર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે બીજા યુવાન આકાશ રાવલ 50-55 કિલોની કેટેગરીમાં પ્રથમ નંબર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને મિસ્ટર ગુજરાતનો ખિતાબ મેળવ્યો છે.
આ બંને યુવાનો કહે છે કે, પોતાના શરીરને આ રીતે તૈયાર કરવા પાછળ ખૂબ મહેનત કરે છે. જિમમાં કસરત કરવાની સાથે સાથે પ્રોટીનવાળો ખોરાક લે છે અને ડાયટ કરે છે. આ યુવાનો પોતાની કાબેલિયતના ધોરણે હવે નેશનલ કક્ષાએ ભાગ લેશે જેમાં ઓડિશા રાજ્યના બાલસોર ખાતે 8-9 ફેબ્રુઆરીના રોજ યોજાનારી નેશનલ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લેશે. જે પંચમહાલ જિલ્લા માટે ગૌરવની વાત છે.