ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના સંકટ વચ્ચે રક્તદાન કરતી ગોધરાની 'માં ગાયત્રી નગર સોસાયટી'

હાલ કોરોનાના કારણે દરેક ક્ષેત્રમાં માઠી અસર થઇ છે. ત્યારે બ્લડ બેંકમાં હાલ બ્લડ યુનિટની અછત છે. ત્યારે ગોધરાની 'માં ગાયત્રી નગર સોસાયટી' દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.

godhra
godhra

By

Published : Apr 6, 2020, 7:11 PM IST

ગોધરા: હાલ લોકડાઉનની સ્થિતિને લઈને અનેક જગ્યાઓ છે. જેને માઠી અસર પહોંચી છે. ત્યારે રાજ્યમાં આવેલી બ્લડ બેન્કોની સ્થિતિ બ્લડ ડોનેશન ઓછું થવાને લઈને પણ હાલ નાજુક બનવા પામી છે, ત્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં પણ બ્લડ યુનિટની હાલની માંગ સામે ઓછા બ્લડ યુનિટનો જથ્થો છે. ત્યારે આજે ગોધરાના બામરોલી સમ્રાટ નગરની પાસે મા ગાયત્રી નગરના રહીશો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.

કોરોનાંના સંકટ વચ્ચે રક્તદાન કરતી ગોધરાની 'માં ગાયત્રી નગર સોસાયટી'
હાલ કોરોનાની મહામારીને લઈને દેશભરમાં લોક ડાઉનની સ્થિતિ છે ત્યારે આ લોક ડાઉનને લઈને બ્લડ બેન્કોમાં રક્ત દાતાઓની સંખ્યા ઓછી થતા બ્લડ બેન્કોમાં રક્તની અછત સર્જવા પામી છે ત્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં હાલના સમયમાં રોજીંદી 50 યુનિટ રક્તની માંગ સામે બ્લડ બેંક પાસે માત્ર 200 યુનિટ જ રક્ત છે.

પંચમહાલ જિલ્લામાં થેલેસીમિયા તેમજ સગર્ભા સ્ત્રી માટે હાલ રક્તની રોજીંદી વધુ પડતી જરૂરીયાતને પહોંચી શકાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા પંચમહાલની જનતાને અપીલ કરવામાં આવી હતી કે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ રાખી લોકો આ સમાજ ઉપયોગી કામમાં આગળ આવે અને રક્તદાન કરે.

કોરોનાંના સંકટ વચ્ચે રક્તદાન કરતી ગોધરાની 'માં ગાયત્રી નગર સોસાયટી'

આ અપીલને એક ફરજ સમજી આજે ગોધરાના બામરોલી રોડ પર આવેલ સમ્રાટનગરની પાસે આવેલ ગાયત્રી નગરના રહીશો દ્વારા 30 યુનિટ ઉપરાંતનું રક્ત દાન કરવામાં આવ્યું હતું. રક્તદાન માટે ફાળવવામાં આવેલા અલગ અલગ સમય પ્રમાણે રહીશો દ્વારા બ્લડ બેંક વેન પર પહોંચી રક્તદાન કરી આજના આ કપરા સમયમાં સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર ,જિલ્લા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારી દ્વારા નાગરિકો દ્વારા કરવામાં આવેલા રક્તદાનને બિરદાવ્યું હતું.

આ રક્તદાનમાં મોટા ભાગે પેહલી વાર રક્તદાન કરનારા લોકોની સંખ્યા હતી એમાં પણ નારીશક્તિ પણ આગળ આવી રક્તદાન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details