ગુજરાતની પ્રજા ખાણીપીણી અને હરવા ફરવાની શોખીન છે. પાવાગઢની તળેટીમાં આવેલા પાતાળ તળાવથી વિશ્વામિત્રીના ઉદગમસ્થાન એટલે કે ખુણિયા મહાદેવ ધોધ સુધી પહોંચી શકાય છે. પાવાગઢ આવતા પ્રવાસીઓ મકાઇ ડોડાની મજા માણતા માણતા જ્યાં એક તરફ ખુણિયા મહાદેવ મંદિર અને બીજી તરફ ખુણિયા ધોધ છે. ઘટાદાર જંગલમાં એક દિવ્યાંગ પ્રવાસીએ શું કહ્યું આવો જાણીએ..
પંચમહાલ પહાડોમાં આવેલા ખુણિયા મહાદેવ, જ્યાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે - ખૂણેશ્વર મહાદેવનું મંદિર
પંચમહાલ: હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે યાત્રાધામ પાવાગઢ પર્વતની આસપાસ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પાવાગઢની તળેટીમાં એક ધોધથી વિશ્વામિત્ર નદીની શરૂઆત થાય છે. અહીં ખૂણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે ખુણિયા મહાદેવ તરીકે પણ ઓળખા છે. જોખમી અને મોટા પથ્થરોની વચ્ચે શનિ-રવિની રજામાં અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. Etv Bharat પ્રથમ વખત જંગલની જોખમી મુસાફરી કર્યા બાદ વિશ્વામિત્રી નદીના ઉદગમ સ્થાન સુધી પહોંચ્યું છે. જુઓ અમરો વિશેષ અહેવાલ...
અહીંથી અડધો કિમી અંતર જંગલમાંથી પસાર થાઓ એટલે પાવાગઢના ભવ્ય પહાડો જોવા મળે. ખૂણેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચ્યા બાદ મંદિરના ગોપાલજી મહારાજ કહ્યું કે, આ તપોભૂમિ છે. અહીં વિશ્વામિત્ર અને અગસ્ત મુનિએ તપ કર્યું હતું. આ શિવલીંગ ત્રેતાયુગથી અસ્તિત્વમાં છે. તાજપુરાવાળા નારાયણ બાપુએ પણ અહીં તપ કર્યું હતું. અહીંથી જ વિશ્વામિત્રી નદી નીકળે છે." મંદિરની બહાર નીકળીએ તો ખુણિયો ધોધ જોવા મળે. આ ખુણિયા ધોધ સુધી પહોંચવા માટે મોટા પથ્થરો અને ઝરણાંમાંથી પસાર થવું પડે. અહી તમને કેટલાક લોકો ઝરણામાં નાહવાનો આનંદ લેતા જોવા મળશે. પહાડોની વચ્ચે ધોધનો નજારો અનોખો લાગે છે.
અહીંથી જ વિશ્વામિત્રી નદીની શરૂઆત થાય છે. જે જંગલોમાંથી અને વડોદરામાંથી પસાર થઈ દરિયાને મળે છે. અહીં વડોદરા, સુરત, ભરૂચ, રાજકોટવાસીઓ પરિવાર સાથે મજા માણતા જોવા મળે છે. આમ, ખુણિયા ધોધ પ્રાકૃતિક ડેસ્ટિનેશન બની ગયું છે.