- પંચમહાલના ગોધરામાં ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન સંમેલન યોજાયો
- કાર્યકર્તા એ પક્ષનો પાયો છે, હું હજુ પણ પક્ષનો કાર્યકર્તા છુંઃ મુખ્યપ્રધાન
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું, જે-જે કામો બાકી રહ્યાં છે તે મારા સુધી પહોંચાડો
પંચમહાલઃ પંચમહાલના ગોધરા શહેરમાં(Godhra city of Panchmahal) વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલા મહેંદી પાર્ટીપ્લોટ ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન સંમારભ યોજાયો હતો. સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે(CM Bhupendra Patel) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહપ્રધાન અમિતભાઇ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મારામાં તેમજ મારી ટીમમાં જે વિશ્વાસ મૂકી ગુજરાતનું શાસન સોપ્યું છે. તે પ્રમાણે મને વિશ્વાસ છે કે આગામી વિધાનસભાની ચૂટણીમાં(Assembly elections) 182 બેઠકો પર વિજય મળવાનો મને વિશ્વાસ છે. મુખ્યપ્રધાને કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકતાઓને એટલું જ કહીશ કે, જે-જે કામો બાકી રહ્યાં છે તે મારા સુધી પહોંચાડો. અમારી ટીમ તેને પૂરા આયોજન સાથે લોકો સુધી પહોંચતા કરશે.
હું હજુ પણ પક્ષનો કાર્યકર્તા છુંઃ મુખ્યપ્રધાન
કાર્યકર્તાઓને સંબોધતા મુખ્યપ્રધાન(CM Bhupendra Patel) કહ્યું કે, ભલે હું મુખ્યપ્રધાન બન્યો છું, પણ હું હજુ પણ પક્ષનો કાર્યકર્તા છું. કાર્યકર્તા એ પક્ષનો પાયો છે. આ પાયા વિના કોઇ પણ કાર્યની સિદ્ધિ શક્ય નથી. આપણા પરિવારે દેરક સમસ્યાઓને કિનારે કરીને આગળ વધવાનું છે.આ ઉપરાંત ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે અને સમૃદ્ધ થાય એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. તેમજ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત, આદિવાસી જિલ્લાઓના વિકાસ, નલ સે યોજના, ખેડૂતો માટે સિંચાઇ સુવિધાથી લઈને મેડીકલ કોલેજ સહિતની વાત કરી હતી.
13 વિધાનસભાની બેઠકો પર વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
ગુજરાત પ્રદેશ મહાપ્રધાન ભાર્ગવ ભટ્ટ (Pradesh General Minister Bhargava Bhatte) ચૂંટણીઓમાં ભાજપને મળેલા જવલંત વિજયનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મજબૂત નેતાગીરીના કારણે પંચમહાલ સુરક્ષિત અને સ્વસ્થ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહનાં નેતૃત્વ હેઠળ દેશની સીમાઓ અને ભારતનું ભાવિ સુરક્ષિત છે. રાજ્યમાં કચ્છના સીમાડા અને ગુજરાતનો વિકાસ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.