ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપના ધારાસભ્ય કેશરી સિંહ સોલંકી (Kesari Singh Solanki) રિસોર્ટમાં જુગાર રમતા ઝડપાયા - કેશરી સિંહ સોલંકીના સમાચાર

ભાજપના ધારાસભ્ય (MLA) કેશરી સિંહ સોલંકી (Kesari Singh Solanki) જુગાર રમતા ઝડપાયા છે. કેશરી સિંહ ખેડાની માતરના ધારાસભ્ય છે. હાલ તો તેમની અટકાયત કરીને પુછપરછ ચાલી રહી છે. નડિયાદ જિલ્લાના માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય જુગાર રમતા અને દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. હાલોલના શિવરાજપુર નજીક આવેલ જીમીરાં રિસોર્ટમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

 જીમીરાં રિસોર્ટમાં પોલીસ દ્વારા દરોડા
જીમીરાં રિસોર્ટમાં પોલીસ દ્વારા દરોડા

By

Published : Jul 2, 2021, 12:47 PM IST

  • નડિયાદ જિલ્લાના માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય
  • ભાજપના ધારાસભ્ય જુગાર રમતા અને દારૂની મહેફિલ માણતા ઝડપાયા
  • જીમીરાં રિસોર્ટમાં પોલીસ દ્વારા દરોડા

પંચમહાલ : ભાજપના ધારાસભ્ય કેશરી સિંહ સોલંકી (Kesari Singh Solanki) જુગાર રમતા અને દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. હાલોલના શિવરાજપુર નજીક આવેલા જીમીરાં રિસોર્ટમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને પુછપરછ ચલાવવામાં આવી રહી છે.

કોઈન મૂકીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું

જિલ્લામાં એલ.સી.બી પીઆઇ ડી અને ચુડાસમાંને બાતમી મળી હતી કે, શિવરાજપુર તલાવડી રોડ પર આવેલા જીમીરાં રિસોર્ટમાં ખાનદાની નબિરાઓ ભેગા મળીને જુગાર તેમજ દારૂની મેહફેલી માણી રહ્યા છે. જે બાદ એલસીબી તેમજ પાવાગઢ પોલીસે સંયુક્ત દરોડા પાડતા જીમીરાં રિસોર્ટમાં ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય ,7 જેટલી છોકરીઓ અને અન્ય લોકો પોલીસના દરોડા દરમિયાન ઝડપાયા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ કરતા કોઈન મૂકીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે, જેને કસીનો ટાઈપ જુગાર કહેવામાં આવે છે. જે ગુજરાત બહાર તેમજ વિદેશમાં આ પ્રકારનો જુગાર રમાતો હોય છે.

આ પણ વાંચો : Jammu And Kashmir: અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ડ્રોન હુમલો

રૂપિયા 1 કરોડ 60 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસ દ્વારા કુલ 26 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમજ કાર ,લેપટોપ, અને વાહનો મળી કુલ રૂપિયા 1 કરોડ 60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Historical Day: આજના દિવસે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયો હતો ઐતિહાસિક શિમલા કરાર


ABOUT THE AUTHOR

...view details