મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કર્યા છે. ભૂપેન્દ્ર ખાંટ વિધાનસભાની મોરવા હડફની અનુસૂચિત જનજાતિ અનામત બેઠક પર આદિવાસી સમાજનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરી ઉમેદવારી નોંધાવી ચૂંટણી જીત્યા હતા. જેની વિરૂદ્ધ ભાજપના હારેલા ઉમેદવારે પ્રમાણપત્ર રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટની પ્રતિક્રીયા, જુઓ વીડિયો - gujarat
ન્યૂઝ ડેસ્ક: ભુપેન્દ્ર સિંહ ખાટને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે. મોરવા હડપ બેઠક પરથી ભુપેન્દ્ર ખાંટ અપક્ષ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ કોંગ્રેસને તેને ટેકો જાહેર કર્યો હતો.
ભૂપેન્દ્રસિંહ ખાંટ
જેની પર કોર્ટે કાર્યવાહી કરી હતી અને વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર ખાંટનું પ્રમાણપત્ર ચાલી શકે તેમ નથી તેમજ ધારાસભ્ય તરીકે રહી શકે તેમ નથી. ખાંટનું પ્રમાણપત્ર ખોટું છે. તો સામે પક્ષે ભૂપેન્દ્ર ખાંટે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.
Last Updated : May 4, 2019, 7:38 AM IST