ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં પ્રા. શાળામાં બાળસંસદ શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ - Balsansad

પંચમહાલ: જિલ્લાના ઘોઘંબા તાલુકાની ગોયાસુંડલ પ્રાથમિક શાળામાં બાળસંસદ શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ ચૂંટણીની ખાસિયત એ હતી કે, ચૂંટણી બેલેટથી કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Jul 14, 2019, 1:29 AM IST

જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગોયાસુંડલ પ્રાથમિક શાળાની બાળસંસદ ચૂંટણી લોકશાહી ચૂંટણી નિયમો મુજબ થઈ હતી. તેમાં બાળકોએ ચૂંટણી સ્ટાફ તરીકે ફરજ બજાવી હતી.
આ ચૂંટણી પ્રક્રિયાથી બાળકોને ચૂંટણી આયોજન, વોટ કેવી રીતે અપાય, વોટનું મહત્વ, લોકશાહીનું મહત્વ, ઉમેદવારની પસંદગી, નોટાની માહિતી, મત ગણતરી, પરિણામની જાહેરાત, રદ વોટ એમ કરી સમગ્ર ચૂંટણી માળખું કેવું હોય, તેમાં શું શું થતું હોય છે તેનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

પ્રા. શાળામાં બાળસંસદ શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ

જેમાં બાળકો પ્રેક્ટિકલ કરી આ બધું શીખ્યા હતા અને પોતાની સમજ પાકી કરી હતી. બાળસંસદ ચૂંટણીમાં મહામંત્રી(જી.એસ.) કુમારમાં પટેલ અનિલકુમાર કે.(ધો-૮) અને મહામંત્રી (એલ.આર.) કન્યામાં પરમાર પારૂલબેન ડી. (ધો-8) વિજેતા થયા હતા. શાળાના શિક્ષકોમાંથી પ્રવીણ ખાંટે બાળકોને ચૂંટણી માળખાની સમજ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ બાળકોને લોકશાહીમાં ચૂંટણીની અને વોટની અગત્યતા સમજાવી હતી. શિક્ષકો અનિલ ડામોર,રાજેન્દ્ર બારીઆએ સુચારુ આયોજનમાં સહકાર પૂરો પાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details