પંચમહાલ જિલ્લાનું હાલોલ નગર ઔદ્યોગિક નગર કહેવાય છે. અહીં માત્ર સ્થાનિક જ નહી પણ ભારતના અન્ય રાજ્યોમાંથી પણ લોકો રોજગારી અર્થ આવીને વસવાટ કરી હાલોલને પોતાની કર્મભૂમિ બનાવી છે. ત્યારે શનિવારે સાંજે કેરળ સમાજ દ્રારા ઐય્યપા ઉત્સવનું આયોજન કેરળ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પૂજા આરતી બાદ વર્ષોની પરંપરા મુજબ સમાજની મહિલાઓ, બાળાઓ સફેદ વસ્ત્રો ધારણ કરી હરોળબંધ હાથમાં દીવા સાથે શહેરમાં ભગવાન ઐયપ્પાની શોભાયાત્રા નીકળી હતી.
પંચમહાલમાં કેરળ સમાજ દ્વારા ઐય્યપા ઉત્સવનુંં આયોજન - Panchamahal news
પંચમહાલ: જિલ્લાના હાલોલમાં કેરળ સમાજ દ્વારા 'ઐય્યપા' ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરમાં વસવાટ કરતા કેરળ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
પંચમહાલ
તે ઉપરાંત શાસ્રીય વાજીંત્રો સાથે નગરમાં શોભાયાત્રા નીકળતા નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તેમજ ઐય્યપાની શોભાયાત્રા જોવા માટે જાહેર માર્ગો પર લોકો ઉમટી પડ્યા હતા. હાલોલની સાથે જિલ્લામાં અન્ય જગ્યાએ વસવાટ કરતા કેરળ સમાજના લોકો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા.