MGVCLની ટીમ દ્વારા ગામમાં વીજ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન રણછોડ વણઝારા નામના ઈસમે વીજ પોલ ઉપર લંગરીયા લગાવી વીજ ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી MGVCLની ટીમ દ્વારા વીજ પોલ ઉપરથી લંગરીયા દૂર કરવાનો પ્રયાસ કરવાંમાં આવ્યો હતો. જેથી એક પરીવારે ઉશ્કેરાઈને એક જ ઘરના 4 થી 6 જેટલા સભ્યોએ MGVCL ટીમ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
શહેરાના પશનાલ ગામે વીજ ચેકીંગ ટીમ પર અજણ્યા શખ્સોએ હુમલો કર્યો - gujarati news
પંચમહાલઃ શહેરા તાલુકાના પશનાલ ગામે વીજ ચેકીંગ માટે ગયેલા MGVCL ટીમ ઉપર ગામના માથાભારે ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે કર્મચારીઓને ઇજા પણ પહોંચી હતી.
![શહેરાના પશનાલ ગામે વીજ ચેકીંગ ટીમ પર અજણ્યા શખ્સોએ હુમલો કર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4352796-thumbnail-3x2-pml.jpg)
mgvcl team
શહેરાના પશનાલ ગામે વીજ ચેકીંગ ટીમ પર હુમલો
લાકડી અને કુહાડી જેવા હથિયારો લઈ માથાભારે ઈસમો દ્વારા MGVCLના કર્મચારી ઉપર તૂટી પડ્યા હતા. જો કે, સમય સુચકતા વાપરી MGVCLના કર્મચારીઓએ પોતાનો જીવ બચાવી ઘટના સ્થળેથી ભાગવામાં સફળ થયા હતા. આ હુમલામાં બે કર્મચારીઓને ઇજા પણ પહોંચી હતી. જ્યારે સિક્યુરિટી ઉપર કુહાડીથી હુમલો કરવામાં આવતા ગાર્ડના હાથના ભાગે પણ ઇજા પહોંચી હતી. આ જીવલેણ હુમલાને લઇ વીજ કર્મચારીમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેથી શહેરા પોલીસે હુમલો કરનાર માથાભારે ચાર ઈસમો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.