ગોધરા નજીક ખેરોલ માતાના મંદિરે અષ્ટમીના દિવસે ભક્તોએ કર્યા દર્શન - નવરાત્રી સમાાચર
ગોધરાઃ નવરાત્રીનો તહેવાર હવે અંતિમ ચરણમાં છે. નવરાત્રીની આઠમનું વિશેષ મહત્વ રહેલું છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે ખેરોલ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. જયાં અષ્ટમીની ઉજવણી કરી માઈ ભકતોએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
![ગોધરા નજીક ખેરોલ માતાના મંદિરે અષ્ટમીના દિવસે ભક્તોએ કર્યા દર્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4671741-thumbnail-3x2-hghh.jpg)
ઝોલમપસોપોત
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે ખેરોલ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. જંગલમાં વિશાળ પથ્થરોની ટેકરી ઉપર આવેલા આ મંદિર માઈ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં શીલાની નીચે ગુફામાં ખેરોલ માતાની સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન હતી. ત્યારબાદ અહીં ગ્રામજનો દ્વારા મંદિર બનાવવામાં આવ્યું હતું. માતાના મંદિરની આસપાસ નાના-નાના ડુંગર આવેલા છે. નવરાત્રીંમાં અષ્ટમીના દિવસે માઇભકતો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
ગોધરા નજીક ખેરોલ માતાના મંદિરે અષ્ટમીના દિવસે ભક્તોએ કર્યા દર્શન