ગુજરાત

gujarat

ETV Bharat / state

વન્યપ્રાણીઓ પર તાંત્રિક વિધિ કરતા 5 આરોપીને રાજગઢ ફોરેસ્ટે ઝડપી પાડ્યા - news in Panchmahal

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલૂકામાં વાવકુંડલી ગામના જંગલમાં વન્યજીવ ગણાતા કાચબા ઉપર તાંત્રિક વિધીના નામે કાચબાનો વેપલો કરતા પાંચ આરોપીને વનવિભાગે પકડી પાડ્યા છે. તેમની પાસેથી હથિયારો અને જીવતા કાચબા મળી આવ્યા છે.

વન્યપ્રાણીઓ પર તાંત્રિક વિધિ કરતા 5 ને રાજગઢ ફોરેસ્ટે ઝડપી પાડ્યા
વન્યપ્રાણીઓ પર તાંત્રિક વિધિ કરતા 5 ને રાજગઢ ફોરેસ્ટે ઝડપી પાડ્યા

By

Published : Jan 22, 2021, 8:48 AM IST

  • કાચબા ઉપર તાંત્રિક વિધીના નામે કાચબાનો વેપલો
  • પાંચ આરોપીને વનવિભાગે પકડી પાડ્યા
  • ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પંચમહાલ : જિલ્લાના ઘોઘંબા તાલૂકામાં વાવકુંડલી ગામના જંગલમાં વન્યજીવ ગણાતા કાચબા ઉપર તાંત્રિક વિધીના નામે કાચબાનો વેપલો કરતા પાંચ આરોપીને વનવિભાગે પકડી પાડ્યા છે. તેમની પાસેથી હથિયારો અને જીવતા કાચબા મળી આવ્યા છે.

ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ ગૂપ્ત ઓપરેશન હાથ ધર્યુ

પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનાં રાજેશ ભાવસારને પંચમહાલ જિલ્લાના ઘોંધબાના રાજગઢ વિસ્તારમાં આવેલા જંગલોમાં તાંત્રિક વિધીનુ ષડયંત્ર ચાલી રહ્યુ હોવાની જાણકારી મળી હતી. જેમા વન્યજીવ પર તાંત્રિકવિધી કરીને પૈસાનો વરસાદ કરવાનો દાવો કરવામા આવતો હતો. આથી સમગ્ર મામલાનો પર્દાફાશ કરવા માટે વનવિભાગ રાજગઢ અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ સંયૂક્ત રીતે ગૂપ્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા માઉસિંગ નામના શખ્સનું નામ ખુલ્યુ હોવાની વિગતો બહાર આવી હતી. આથી સંસ્થાની ટીમ દ્વારા માઉસિંગ સાથે વાતચીતનો દોર શરુ કરવામાં આવ્યો હતો. પૈસાનો વરસાદ થાય તે માટે તાંત્રિક વિધી કરવાની હોવાનું જણાવતા માઉસિંહ કાચબા આપવા તૈયાર થયો હતો.

વન્યજીવ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી

આ વેપલો કરનારાઓને પકડવા માટે તાંત્રિક વિધી વાવકુંડલી જંગલમા ગોઠવામા આવી હતી. જેમા એક વનઅધિકારી સાધુ બન્યા હતા અને અન્ય સંસ્થાના કાર્યકરો જંગલમા પહોંચ્યા હતા. જ્યા પહેલેથી જ કાચબાનો વેપલો કરનારા માઉસિંગ બારીયા અને તેના સાગરિતો ગોવિંદ પટેલીયા, પ્રદિપ બારીયા, રણજીત બારીયા, ભરત બારીયા હાજર રહ્યા હતા. જ્યાં પુજામા બેઠેલા એક કાર્યકરે “કાચબા આવી ગયા છે” તેવો મેસેજ કરતા ત્યા થોડે દુર ઉભેલી વનવિભાગની ટીમ અને સંસ્થાના કાર્યકરો આવી જતા આ વેપલો કરનારા આરોપીને પકડી લીધા હતા. તેમની પાસેથી વન્યજીવ કાચબા નંગ-4 , તેમજ હથિયાર બે તલવાર, એક ધારીયું, એક છરો જપ્ત કરવામા આવ્યો હતો. વધુમાં વન્યજીવ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details