આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના અલીગઢમાં માસૂમ દિકરી પર અમાનુષી અત્યાચાર ગુજારવાની ગુજરાતમાં ઘટના મીડિયાના માધ્યમથી જાણી હતી અને અમે ખૂબ આઘાતની લાગણી અનુભવી છે. આવી ઘટના ક્યારેય ન બને અને અને કસૂરવારોને સજા મળે એ હેતુથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અલીગઢમાં બાળા પર થયેલા અમાનવિય હરકતના પડઘાં ગુજરાતમાં પણ પડ્યા - Avedan
પંચમહાલઃ જિલ્લા હિન્દુ યુવા વાહિની તેમજ જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાતના કાર્યકરો દ્વારા ઉત્તર પ્રદેશના અલીગઢમાં માસૂમ બાળા ઉપર અમાનુષી અત્યાચાર ગુજારી તેની હત્યા કરી દેવાની ઘટનાને વખોડી કાઢી જિલ્લા નાયબ કલેકટરને ઓરવાડા આશ્રમના મહંત કલ્યાણદાસ બાપુની આગેવાની હેઠળ કાર્યકરોએ આવેદનપત્ર આપી કસૂરવારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સ્પોટ ફોટો
ઉત્તર પ્રદેશના અલીગઢમાં બનેલી ઘટના કે જેમાં અઢી વર્ષની માસૂમ બાળા પર નરાધમો દ્વારા અત્યાચાર ગુજારી તેની હત્યા કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે દિકરીના શરીરમાં નાના મોટા આંતરડા મળ્યા નથી, કિડની મળી નથી, આ દિકરીની આંખો ન મળી અને આ રિપોર્ટ જોતા માનવ જાનવર કરતા પણ વધારે હેવાન બની ગયો હોય તેવું લાગે છે. દિકરીઓને ક્યાં સુધી આવી ઘટનાઓના શિકાર બનવું પડશે ?