ગુજરાત

gujarat

By

Published : Dec 7, 2019, 6:36 PM IST

ETV Bharat / state

પંચમહાલના હાલોલ ખાતે ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરાયું

પંચમહાલઃ જિલ્લાના હાલોલ ખાતે ભૂગર્ભ ગટર યોજનાનો હાથમાં સમારંભ યોજાયો હતો. પાણી પુરવઠા પશુપાલન નિર્માણ પ્રધાન કુવરજી બાવળીયાએ હાલોલના દાવડા પાસે, આ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. 100.30 કિલોમીટરની આ ભૂગર્ભ ગટરયોજનાની પાઇપલાઇનનું 10,000 જેટલા ઘરોનું જોડાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના 62.52 કરોડના ખર્ચે આ યોજના આકાર લઈ રહી છે.

પંચમહાલના હાલોલ ખાતે ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરાયું
પંચમહાલના હાલોલ ખાતે ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરાયું

પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ હાલોલ નગરના દાવડા ખાતે ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત શાસ્ત્રોકત વિધિ સાથે ઇટ મૂકીને કરી હતી. ત્યારબાદ નગર પાલિકા સંપ ખાતે એક જાહેરસભાને સંબોધન કરવામાં આવ્યું હતુ. ત્યાં આ સમગ્ર કાર્યક્રમનું દીપપ્રાગત્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉપસ્થિત કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પંચમહાલના હાલોલ ખાતે ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરાયું

કુવરજી બાવળીયા સભા સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ ભૂગર્ભ ગટર યોજનાથી હાલોલ શહેરમાં વિકાસની કલગી ઉમેરાઈ છે. જે આગામી દિવસમાં હાલોલ શહેર માટે આરોગ્યકારી અને સુખાકારી સાબિત થશે. SPT પાઈપલાઈન હોવાથી આ ભૂગર્ભગટર પાણીના શુદ્ધિકરણ કરવામા આવશે.

તેમને દેશમાં બનતી દુષ્કર્મની ઘટનાઓ અને મામલે તેમને ઉમેર્યું હતું કે દેશમાં અને રાજ્યમાં જે ઘટનાઓ બની રહી છે. હૈદરાબાદની ઘટના બની અને તેની પાછળ લેવાયેલા પગલા પ્રશંસનીય છે. સામાન્ય રીતે આવી જે ઘટનાઓ બને તેની પાછળ પગલાં લેવાય તો આવી ઘટનાઓ બનતી રોકી શકાય તેમ છે.

આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય અને રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમાર,તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ અને રાજકીય પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details