ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના નાટાપુર પાસે સર્જાયો અકસ્માત, 2 મહિલાઓના મોત - Gujarat Samachar

પંચમહાલ જિલ્લાના મોરવા હડફના નાટાપુર ગામ પાસે ખાનગી બસ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સવાર લોકોમાંથી 4 જેટલા લોકોને ઇજા પહોંચી હતી અને 2 મહિલાઓના મોત નિપજ્યા હતા.

શહેરાના નાટાપુર પાસે ખાનગી બસનું અકસ્માત, 2 મહિલાઓના મોત
શહેરાના નાટાપુર પાસે ખાનગી બસનું અકસ્માત, 2 મહિલાઓના મોત

By

Published : Oct 4, 2020, 11:13 AM IST

પંચમહાલઃ મોરવા હડફના નાટાપુર ગામ પાસે ખાનગી બસ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તમામ ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને બે મહિલા મુસાફરના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામ પાસે ખાનગી બસનું અકસ્માત થયો હતો. આ ખાનગી બસ સંતરામપુરથી ગોધરા આવી રહી હતી, ત્યારે બસ ચાલક બસને પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારતો હોવાથી નાટાપુર ગામ પાસે બસ ચાલકે તીવ્ર વળાંકમાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

જેને લઈને બસ પલ્ટી જતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી, જેમાં બસમાં રહેલા 4 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે ગોધરા તાલુકાના છાવડ ગામની 70 વર્ષીય રૂપાલીબેન હેમાભાઈ બારીઆ અને મોરવા હડફ તાલુકાના મેખર ગામની 60 વર્ષીય સવિતાબેન અર્જુનભાઈ બારીઆ આ બંને મહિલાઓ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જાતા રોડ ઉપરથી અવર-જવર કરતા વાહન ચાલકોના ટોળા ઉમટી પડ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાજ તમામ ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ મોરવા હડફ પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બાબતે આ ખાનગી બસ ચાલક સામે મોરવા હડફ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details