ગોધરા : ગોધરા ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની (Amit Shah visit Gujarat)ઉપસ્થિતિમાં પંચામૃત બટર કોલ્ડ મહારાષ્ટ્રમાં નિર્માણ થયેલા માલેગાંવ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં દૈનિક પાંચ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના સ્થાપનાર પ્લાન્ટનું ઈ-ખાતમુહૂર્ત ( Panchmahal District Bank Unit Inauguration) કર્યું હતું. આ પ્રસંગે આસપાસના શહેરના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના ખ્યાતનામ કલાકાર સાંઈરામ દવેના ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પશુપાલન વિભાગના બજેટમાં વધારો - ગૃહપ્રધાન અમિત શાહે પંચામૃત ડેરીના સુવર્ણ જયંતિ લોગોનું અનાવરણ કરવા સાથે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેન્કના નૂતન ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું. પંચમહાલ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલા મોબાઈલ ATM વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અમિત શાહે (Godhra Amit Shah) જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સહકારી પ્રવૃત્તિને વેગ મળે એ માટે અનેક પ્રકારના કાયદાકીય સુધારા લાવી રહી છે. વધુ ક્ષેત્રોને જોડાશે દેશભરની તમામ સહકારી મંડળીનું 6500 કરોડના ખર્ચથી કોમ્પ્યુટરાઇઝેશન કરીને નાબાર્ડ સાથે જોડવામાં આવશે. અમૂલ ડેરી દ્વારા એક સો જિલ્લામાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનોને પ્રમાણિત કરવા લેબોરેટરીની સ્થાપના કરાવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે પશુપાલન વિભાગના બજેટમાં 2 હજાર કરોડની વધારીને 7 હજાર કરોડ કર્યું છે.
ગૃહપ્રધાન અમિત શાહનું સંબોધન - તેની સાથે દેશની ગાયોના સંવર્ધન અને સંરક્ષણ માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન ઉપરાંત ઘાચચારા સંયંત્રયણ વિકાસ માટે 25 ટકાની ક્રેડિટ આપવાનો નિર્ણય લીધો છે. સાથે સાથે શ્રેષ્ઠ દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોને પુરસ્કાર વિતરણ કરવા સાથે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓને પણ એવોર્ડનું વિતરણ કર્યું હતું. અમિત શાહે કહ્યું કે, આગામી સમયમાં દેશમાં સહકારી ક્ષેત્રે ક્રાંતિ આવશે. સહકારી પ્રવૃત્તિમાં અનેક નવા ક્ષેત્રો જોડવા માટે કેન્દ્ર દ્વારા ડેટા બેંક ઉભી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પ્રાયમરી એગ્રીકલ્ચર કો ઓપરેટિવ સોસાયટી (પેક્સ)ની સંખ્યા ત્રણ ગણી કરવા કાયદાકીય સુધારા પણ વિચારણા હેઠળ છે. ગુજરાત સહિત સમગ્ર દેશના સહકારી માળખાને રાહત આપે એવા અનેક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. એ જ રીતે સહકારી ક્ષેત્ર પરના સરચાર્જને 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યો છે. આ ટેક્સ કોર્પોરેટની સમકક્ષ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સહકારિતા પર 18.5 ટકા વેટ હતો. તે ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :Amit Shah visit Gujarat : કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાતમાં આટલી જગ્યાએ લોકાર્પણ કરી લોકોને કરશે કાલાવાલા
"સહકારી બેંકને નબળી પડવા દેવી નથી" -અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત સહકારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે. અત્યાર સુધી કેન્દ્રમાં સહકારી પ્રવૃત્તિને અવગણવામાં આવતી હતી. પરતું, વડાપ્રધાનએ કેન્દ્રમાં અલાયદું સહકાર મંત્રાલય બનાવ્યું છે અને તેના બજેટમાં સાત ગણો વધારો કર્યો છે. એક સમયે પંચમહાલ જિલ્લા સહકારી બેંક બેસી જવાની અણી ઉપર હતી. રિઝર્વ બેંક દ્વારા તેના ઉપર નિયંત્રણો પણ લાદવામાં આવ્યા હતા. તેનો વહીવટ સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા સંભાળવામાં આવ્યો હતો. હું એ વખતે સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર હતો. ત્યારે, અમે નિર્ણય કર્યો હતો કે ગુજરાતની એક પણ જિલ્લા સહકારી બેંકને નબળી પડવા દેવી નથી. તેનું પરિણામે આજે જોવા મળે છે. પંચમહાલ બેંક આજે નફો કરતી થઇ ગઇ છે.
ડેરીથી કરોડોનું ટર્નઓવર - પંચમહાલ, દાહોદ અને મહિસાગર જેવા આદિવાસી વિસ્તારોમાં દૂધ ઉત્પાદન પ્રવૃત્તિ અર્થોપાર્જન માટે અગત્યની છે. અનેક આદિવાસી પરિવારો પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેવા સમયે પંચામૃત ડેરી આદિવાસી પરિવારો માટે આર્થિક પવૃત્તિનું કેન્દ્ર બન્યું છે. આ ડેરી પણ તેની સ્થાપનાના 50 વર્ષ મનાવી રહી છે. તેની પ્રવૃત્તિ પણ ગુજરાતની સરહદો ઓળંગી ગઇ છે. આજે તેની સાથે 1578 દૂધ મંડળીઓના 73 હજાર દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. ઉપરાંત, પ્રતિદિન 18 લાખ લિટર દૂધ એકત્રીકરણ કરી 300 કરોડનું ટર્નઓવર કરતી થઇ છે.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન -ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહવાન કરતા શાહે કહ્યું કે, રાસાયણિક ખાતરોથી જળ, જમીન અને આરોગ્યને નુકસાન થાય છે. તેથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ દિશામાં એક કદમ આગળ વધતા અમૂલ ડેરીએ ઓર્ગેનિક ઘઉંનો લોટ બજારમાં મૂક્યો છે. તે અન્ય ઉત્પાદનો પણ વેચાણમાં લાવશે. સાથે, અમૂલ ડેરી દ્વારા એક સો જિલ્લામાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનોને પ્રમાણિત કરવા લેબોરેટરીની સ્થાપના કરાશે.
મુખ્યપ્રધાનનું સંબોધન - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Godhra CM Patel) જણાવ્યું હતુ કે, સૌના સાથ સૌના વિકાસનો અને આત્મનિર્ભર ભારતનો મંત્ર આજે સહકારથી સમૃદ્ધિના મંત્ર દ્વારા દૂધ સહકારિતાનો નવો યુગ શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો છે, તેને સાકાર કરવાનો અવસર પંચમહાલ ડેરી દ્વારા ઉજવાઈ રહ્યો છે. પંચામૃત ડેરી આજે ગુજરાતના સીમાડા ઓળંગી રહી છે. ઉજ્જૈનના લોકોની સવાર હવે પંચમહાલ ડેરીના દૂધથી બનેલી ચા થી થશે જેનો સીધો લાભ પશુપાલકોને થશે. ખેતી સાથે પશુપાલન મુખ્ય વ્યવસાય છે, ત્યારે પંચમહાલ ડેરી દૂધની વિવિધ બનાવટો દ્વારા મૂલ્ય વર્ધન કરી રહી છે. જેનો સીધો લાભ પશુપાલકોને મળી રહ્યો છે. પંચમહાલ ડેરી સાથે 2185 દૂધ મંડળીઓ અને 2.73 લાખ સભાસદો જોડાયેલા છે તેનો ઉલ્લેખ કરતા મુખ્યપ્રધાને સહકારીતાનો મૂળ મંત્ર વિના સહકાર નહિ ઉદ્ધારને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા સૌને આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચો :Nadiad Police Avas : તમારા પરિવારનું ધ્યાન ગુજરાત સરકાર રાખશે : ગૃહપ્રધાન અમિત શાહ
"ખેડૂતોની આવક બમણી પ્રયાસ"-પંચામૃત ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહિરે જણાવ્યું કે, પંચમહાલ જિલ્લા સહકારી બેંકને પુનઃ શરૂ કરવા માટે કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહનો સહયોગ સાંપડ્યો છે. પશુપાલન દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં ડેરી દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડેરી દ્વારા દૈનિક 20 લાખ લીટર દૂધ સંપાદન કરવામાં આવી રહ્યું છે. ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 3200 કરોડ પર પહોચ્યું છે. જે ડેરીના સુવર્ણ જયંતિ અવસરે 4000 કરોડ સુધી લઈ જવાશે. પંચમહાલ જિલ્લા સહકારી બેંકની શાખાઓ 42 થી વધારી 100 સુધી લઈ જવામાં આવશે. આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વપ્નને આત્મનિર્ભર ગામડાઓ દ્વારા પંચમહાલ ડેરી સાકાર કરશે. એટલુ જ નહિ, વડાપ્રધાનના પાંચ ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના સંકલ્પમાં સહકાર ક્ષેત્ર મહત્વનું યોગદાન આપશે.
વિવિધ આગેવાનો ઉપસ્થિત - આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પુરુષોત્તમ રૂપાલા, કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, સહકાર રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્મા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યપ્રધાન કુબેર ડીંડોર, આદિજાતિ વિકાસ રાજયપ્રધાન નિમિષા સુથાર, ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ રતનસિંહ રાઠોડ, જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યોઓ, સહકારી આગેવાનો, અગ્રણીઓ, પદાધિકારીઓ, કલેકટર સુજલ મયાત્રા સહિત ડેરીના હોદેદારો, વિવિધ ડેરી સંઘોના ચેરમેન તેમજ પશુપાલકો અને સભાસદો (Panchamrut Dairy Inauguration) વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.