- AIMIMએ ગોધરા નગરપાલિકામાં સત્તા પર આવી એક મોટી સિદ્ધિ મેળવી
- AIMIMને અહીં 24 કોર્પોરેટરનું સમર્થન મળ્યું
- AIMIMની બોડી પણ બનાવવાના છીએ: સબીર કાબલીવાલા
પંચમહાલ:આ અંગે AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ સબીર કાબલીવાલાએ જણાવ્યું કે, ગોધરા નગરપાલિકામાં 44 બેઠક છે. જેમાંથી ભાજપ પાસે 18, AIMIM પાસે 7, કોંગ્રેસ પાસે 1, અપક્ષના 18 ઉમેદવાર જીત્યા હતા. ગોધરા નગરપાલિકામાં સંજય સોની પ્રમુખ બનશે.અપક્ષ 17 કોર્પોરેટરમાં 5 હિન્દૂ કોર્પોરેટર પણ સામેલ છે. જેમણે ઓવૈસીની પાર્ટીનું સમર્થન કર્યુ છે. સાંસદ ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં પોતાની જોરદાર શરૂઆત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં AIMIMના 7 કોર્પોરેટર જીતીને આવ્યા હતા, જ્યારે ગોધરા તથા મોડાસા નગરપાલિકામાં AIMIMને સારૂ સમર્થન મળ્યું છે.
AIMIMની બોડી પણ બનાવવાના છીએ: સબીર કાબલીવાલા આ પણ વાંચો:ઔવેશીની પાર્ટીના કાઉન્સિલર માટે કોર્પોરેશનમાં કાર્યાલય, કોંગ્રેસની ઓફિસ કરાશે નાની
ગોધરા નગરપાલિકામાં 8 ઉમેદવાર ઉભા રાખ્યા હતા, જેમાંથી 7 ઉમેદવાર જીત્યા
તેમણે કહ્યું કે, ગોધરા નગરપાલિકાના સભ્યોની સંખ્યા 44 છે તથા નગરપાલિકાની સત્તા મેળવવા માટે 23 કોર્પોરેટરની જરૂર હોય છે. AIMIMને અહીં 24 કોર્પોરેટરનું સમર્થન મળ્યું છે. ગોધરામાં આ પહેલા ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી, પરંતુ AIMIMએ ગોધરા નગરપાલિકામાં ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. મહત્વપૂર્ણ છે કે, ઓવૈસીની AIMIMએ ગોધરા નગરપાલિકામાં 8 ઉમેદવાર ઉભા રાખ્યા હતા, જેમાંથી 7 ઉમેદવાર જીત્યા હતા.
આ પણ વાંચો:ઓવૈસી-દિનાકરન કાઠું કાઢે તેવાં પરિબળ નથી, તો પણ બંને માટે ગઠબંધનથી સમાન ફાયદો
ગોધરાની નગરપાલિકા ત્યજીને તેમની સત્તા અમે છીનવી લીધી: સબીર કાબલીવાલા
સબીર કાબલીવાલા કહ્યું કે, ગોધરામાં 2002માં સાબરમતી ટ્રેન કાંડ પછી ભાજપ સત્તા પર આવી અને ત્યારે પછી મુખ્યપ્રધાન નરેન્દ્રમોદી દેશના વડા પ્રધાન બન્યા અને આજે ગોધરાની નગરપાલિકા ત્યજીને તેમની સત્તા અમે છીનવી લીધી છે અને હવે અમે 2022ના વિધાનસભા ચૂંટણીમાં પણ પોતાના ઉમેદવાર ઉતારીને વિધાનસભામાં જીત પ્રાપ્ત કરીશું અને તેના માટે તૈયારી શરૂ કરી દીધી છે. હવે અમે AIMIMની બોડી પણ બનાવવાના છીએ.