પંચમહાલઃ જિલ્લામાં યાત્રાળુઓને હજ લઈ જવાના નામે તેમની સાથે છેતરપીંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતા-પુત્રએ 200 જેટલા યાત્રાળુઓને હજની યાત્રા કરાવવાના નામે નકલી પાસપોર્ટ અને ટિકિટ આપી હતી. બાદમાં ઓફિસ બંધ કરી નાસી છૂટ્યાં હતા. જે અંગે સ્થાનિક પોલીસ જાણ થતાં પોલીસે ઘટનાની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બંને પિતા-પુત્રએ મુસ્લિમ સમાજના 200 જેટલા શ્રદ્ધાળુઓનો વિશ્વાસ સંપાદન કરી ઉમરાહ કરાવવાના નામે એક યાત્રાળુ દીઠ રૂપિયા 45000 એમ કુલ રૂપિયા 18,35,000 જેટલી જંગી રકમ ઉઘરાવી યાત્રા નહીં કરાવી કાલોલ ખાતેની ઓફિસ બંધ કરી દઈ ભાગી છૂટયા હતા. જે બંને કાલોલ પોલીસ કસ્ટડીના રિમાન્ડ દરમિયાન કાલોલમાં ભોગ બનેલા શ્રદ્ધાળુઓના અસલ પાસપોર્ટ પોતાની માકણ ખાતેના વતનમાંથી પાસપોર્ટ નંગ 28 તથા તેઓની પાલેજ ખાતેની ઓફીસમાંથી બિલ બુક નોંધ 5 કબ્જે કરી હતી.