પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં લગ્નવાંછુક યુવકોને લગ્નની લાલચ આપી યુવકોને છેતરવાનું કામ કરી રહી હતી તથા યુવકોને લગ્ન કરાવી અમુક રૂપિયા લઈ લેતી હતી.યુવતી લગ્નની પહેલી જ રાત્રે ગમે તેમ કરીને રોકડ રૂપિયા અને બીજા દાગીના લઈને છૂમંતર થઈ જતી હતી.
પંચમહાલમાં લુટેરી દુલ્હનના આરોપીનું સારવાર દરમિયાન મોત - GUJARAT
પંચમહાલઃ જિલ્લામાં લુટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં કાલોલ તાલુકાના 2 યુવાનો આ લુટેરી દુલ્હનના શિકાર બન્યા હતા. જેમાં પોલીસ દ્વારા આ ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
જેમાં ભરોલા ગામના આ ગેંગનો ભોગ બનેલ યુવાને પોલીસમાં આ મામલે જાણ કરી હતી. જેમાં પોલીસ દ્વારા આ ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ચીમન ભૈયજી નાયક નામનો આરોપી પણ સામેલ હતો.આ આરોપીને પેટમાં બળતરા થતી હોય તેને જેલ ખાતે હાજર પોલીસ કર્મીઓને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તેને કાલોલ રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જેમાં સારવાર દરમાયન જ આરોપી ચીમન નાયકનું મોત થયું હતું.આ મોતના પગલે પોલીસ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા.ફોરેન્સીક નિષ્ણાંત કાલોલ ખાતે ન હોવાથી આરોપીના મૃતદેહને બરોડા ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ હતો.મૃત્યુનું સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.