પંચમહાલ : દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં 2020-21નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને ગોધરા ખાતેના ચાર્ટડ એકાઉન્ટન્ટ આકાશ રાવલાણીએ સામાન્ય વર્ગ માટે મોટી રાહત આપનારૂ હોવાનું જણાવ્યું હતું.
બજેટ 2020 : ગોધરાના ચાર્ટડ એકાઉન્ટન્ટના મતે બજેટ સામાન્ય વર્ગને રાહત આપનારું - According to Godhra Chartered Accountant, the budget is a relief to the general class....
દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ મામલે ગોધરાના ચાર્ટડ એકાઉન્ટન્ટે બજેટને સામાન્ય વર્ગને રાહત આપનારું ગણાવ્યું હતું.
પંચમહાલ
તેમણે સામાન્ય વર્ગના કરના માળખામાં ફેરફારને સારી બાબત ગણાવી હતી. ડિવિડન્ડ ડિસ્ટ્રી બ્યુશન ટેક્સ નાબુદ કરી દેવામાં આવ્યો છે. જેનાથી ડીવીડન્ડ ટેક્સ ફ્રી મળશે. જે સામાન્ય વર્ગ ધધાં રોજગાર સાથે જોડાયેલા છે. જેમને 1 કરોડના ટર્ન ઓવર ઉપર ઓડિટ કરવું પડતું હતું. જે પણ હવે 5 કરોડ સુધીના ટર્ન ઓવર પણ ઓડીટ કરવાની જરૂર પડતી નથી. જે બજેટમાં સારી બાબત છે.