મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના છાણીપ ગામ પાસે મોરવા રેણા તરફ જતા હાઇવે માર્ગ ઉપર વચ્ચે વહેલી સવારે ત્રણ વાગે બે બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.જેમા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. મોતને ભેટનાર યુવાનો નજીકના ગામની નવરાત્રી નિહાળીને પોતાના ઘરે જઈ રહ્યા હોવાનુ પ્રાથમિક તબ્બકે જાણવા મળ્યુછે. બનાવને લઇને આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ ભેગા થઈ ગયા હતા, ત્યાર બાદ તેમણે પોલીસને જાણ કરી હતી.
શહેરા નજીક બે બાઈકો વચ્ચે અકસ્માત, 3 યુવાનોના ઘટના સ્થળે મોત - Accident near Shahera
ગોધરાઃ પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં છાણીપ ગામ પાસે મોરવા જતા હાઇવે માર્ગ ઉપર બે બાઇકો વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ઘટના સ્થળે ત્રણ યુવકોના મોત થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
![શહેરા નજીક બે બાઈકો વચ્ચે અકસ્માત, 3 યુવાનોના ઘટના સ્થળે મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4684986-thumbnail-3x2-aaasasa.jpg)
panchahl
શહેરા નજીક બે બાઈકો વચ્ચે અકસ્માત, 3 યુવાનોના ઘટના સ્થળે મોત
આ ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ તેમજ એમ્બયુલન્સ ઘટના સ્થળે આવી પહોચી હતી. ત્રણેયના મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી તેેમના પરીવારજનોને જાણ કરી હતી.