- આરોગ્ય પ્રધાન નિમિષાબહેન દ્વારા PMJAY-MA કાર્ડ વિતરણ
- રાજ્યના નાગરિક જરૂરી તબીબી સારવારથી વંચિત નહી રહે
- રાજ્યના 80 લાખથી વધુ પરિવારોને આવરી લેવાશે
પંચમહાલઃ રાજ્યના કોઈ પણ નાગરિક જરૂરી શ્રેષ્ઠ સારવારથી વંચિત ન રહે, નાણાકીય ખેંચના લીધે કોઈ પરિવાર બીમારીના લીધે પોતાનો આધારસ્તંભ ન ગુમાવે તેવા હેતુ સાથે રાજ્યભરમાં "આયુષ્માન આપ કે દ્વાર" (Ayushman aap ke)અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના 2 કરોડથી વધુ લાભાર્થીઓને 2 હજાર કરતા વધુ પ્રકારની, 5 લાખ સુધીની સારવારની સુવિધા આપતા PMJAY-MA કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલ ખાતે PMJAY-MA કાર્ડ હેલ્થ કેમ્પ
રાજ્યના આરોગ્ય પ્રધાન નિમિષાબહેન સુથારે ગોધરાના સિવિલ હોસ્પિટલ (Godhra Civil Hospital)ખાતે PMJAY-MA કાર્ડ (PMJAY-MA card)અને મેગા હેલ્થ કેમ્પના(Mega Health Camp) ઉદઘાટન કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે 100 દિવસની ઉજવણી અંતર્ગત 23મી સપ્ટેમ્બરથી શરૂ થયેલ આ અભિયાન હેઠળ દરેક જિલ્લા-તાલુકા મથકોએ મેગા કેમ્પ કરીને રાજ્યના 80 લાખથી વધુ પરિવારોને આ યોજના(Plan) હેઠળ આવરી લેવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. આટલેથી જ સરકારે સંતોષ ન માનતા નાગરિકોને આ કાર્ડના માધ્યમથી હોસ્પિટલમાં દાખલ થવાથી શરૂ કરીને સારવાર મેળવવાનાં દરેક તબક્કે તાત્કાલિક સેવા મળે તે માટે ગ્રીન કોરિડોર(Green Corridor) વ્યવસ્થા પણ રાજ્યભરમાં ઉભી કરવામાં આવી રહી છે.
આરોગ્ય સુવિધાઓ આપવા તેમાં સતત સુધારા
કેન્સર હોસ્પિટલ ખાતે 75 કરોડના ખર્ચે નવા વસાવવામાં આવેલ રેડિયોથેરાપી મશીન(Radiotherapy machine), ગોધરા સિવિલ હોસ્પિટલ (Godhra Civil Hospital)ખાતે નવી સુવિધાઓનું-અપડેશનનું તેમજ રીનોવેશનના આયોજન વિશે વાત કરતા ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસારની આરોગ્ય સુવિધાઓ આપવા તેમાં સતત સુધારા કરવા કટિબધ્ધ છે. આ સેવાઓની ડિલિવરી વધુ અસરકારક અને લાભાર્થીઓને અનુકૂળ બનાવવા સરકારે પરિવારના બદલે વ્યક્તિદીઠ મા કાર્ડ (Maa card) આપવા, તબીબી સહિતના કારણોસર થમ્બ ઇમ્પ્રેશન અને આઇરિસ સ્કેનિંગ શક્ય ન હોય તેવા કિસ્સાઓમાં ઓટીપીના આધારે મા કાર્ડ ઈશ્યુ કરવા સહિતના જનહિતકારી પગલા સરકારે લીધા છે. ગોધરા ખાતે 325 કરોડના ખર્ચે 300 બેડની સુવિધા ધરાવતી નવી મેડિકલ કોલેજ (New Medical College)પણ આ જ વર્ષે શરૂ કરવા માટે હરસંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ કોલેજના ડોક્ટર-નર્સીસ માટે હોસ્ટેલ, લેબોરેટરી(Laboratory), લાઈબ્રેરી(Library) સહિતની સુવિધાઓ વહેલીતકે ઉપલબ્ધ કરાવી એમબીબીએસની પ્રથમ બેચ ટૂંકાગાળામાં શરૂ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
પંચમહાલમાં 98 ટકા રસીકરણ
100 કરોડથી વધુ ડોઝ (More than 100 million doses)આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોરોના સામેની લડાઈમાં દેશ સતત આગેકૂચ કરી રહ્યો છે.પંચમહાલ જિલ્લામાં પણ 98 ટકા રસીકરણની સિદ્ધી અંગે આનંદ વ્યક્ત કર્યો હતો અને જેમને રસીના બંને પૈકી એક પણ ડોઝ લેવાના બાકી છે તેમને સમયસર રસી લઈ લેવા તેમજ ન્યુમોનિયા સામે રક્ષણ આપતી રસી બાળકોને વિનામૂલ્યે મુકવાની શરૂઆત થઈ છે ત્યારે આ રસી પણ માર્ગદર્શિકા અનુસાર મુકાવવા અનુરોધ કર્યો હતો.