ગોધરાઃ રવિવારના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન થયું હતું, જેની માહિતી તેમના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટરના માધ્યમથી આપી હતી. ભારત સરકારે 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર 2020 સુધી સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
ગોધરા: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના શોકમાં એક સપ્તાહ સુધી રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લેહેરાશે - સાત દિવસ સુધી અડધી કાઠી
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિનું નિધન થતાં તેઓના માનમાં ગોધરા શહેરના ગાંધીચોકમાં આવેલો રાષ્ટ્રધ્વજ સાત દિવસ સુધી અડધી કાઠીએ ફરકાવીને રાષ્ટ્રીય શોક પાળવામાં આવશે.
ગોધરા ખાતે પ્રણવ મુખર્જીના શોકમાં એક સપ્તાહ ધ્વજ અડધી કાઠીએ લેહેરાશે
ભારત સરકારની સૂચનાને પગલે રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે પણ ગુજરાતમાં આ શોક પાળવા અંગેના આદેશો જારી કર્યા છે. ત્યારે ગોધરા શહેરમાં આવેલો જિલ્લાનો સૌથી મોટો 105 ફૂટ ઉંચો અને તાજેતરમાં જ ઉભો કરાયેલો રાષ્ટ્રધ્વજ સાત દિવસ સુધી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનના શોકમાં અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને રાષ્ટ્રીય શોક પાળવામાં આવશે.