દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ કાયદો અમલી બન્યો છે. ત્યારે, પંચમહાલ પોલીસ વિભાગ પણ આ નવા કાયદાના વાહનચાલકો પાલન કરે તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. જેને લઇને હાલોલ શામળાજી હાઇવે માર્ગ ઉપર શહેરા પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેને લઈને સ્થાનિક પોલીસ મથકના PSI લક્ષ્મણ સિંહ પરમાર ટ્રાફિક શાખા અને પોલીસ સ્ટાફ દ્વારા વાઘજીપુર ચોકડી પાસે ગોધરા તરફ જતા વાહનોનુ ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતું. જેમા બાઈક, ફોરવ્હીલર કાર તેમજ ટ્રક જેવા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને કાયદાની વિરૂદ્ધ ચાલનારા વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસુલવામાં આવ્યો હતો.
પંચમહાલ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઇ - Motor Vehicle Act
પંચમહાલઃ જિલ્લામાંથી પસાર થતા હાલોલ શામળાજી હાઇવે માર્ગ પર શહેરા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ૫૦થી વધુ બાઈક, કાર સહિતના વાહનચાલકોને નવા મોટર વ્હીકલ એક્ટના કાયદાનું પાલન ન કરવા બદલ સ્થળ ઉપર દંડ ફટકારવામાં આવ્યો હતો.
panchamaha
આ ટ્રાફિક ડ્રાઇવના પગલે નિયમોનુ પાલન ન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. શહેરા સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા માટે સક્રીય બની હતી.