ગોધરા ખાતેના ગદૂકપુર ખાતે આવેલી સરકારી પોલીટેક્નિક કોલેજના ઓડિટોરિયમ ખાતે ગોવિંદગુરુ યુનિવર્સિટી અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકારના ઉપક્રમે "ઓલ ઈન્ડિયા સર્વે ઑન હાયર એજ્યુકેશન"ના વિષય ઉપર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમીનારને યુનિવર્સિટીના VC દ્રારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેમાં ત્રણ જિલ્લાની કોલેજોના નોડલ ઓફિસરો,તેમજ ઇજનેરી અને પોલીટેક્નિક કોલેજના નોડલ ઓફિસરો અને આચાર્યો હાજર રહ્યા હતા.
ગોધરામાં 'ઓલ ઈન્ડિયા સર્વે ઑન હાયર એજ્યુકેશન' ના વિષય પર સેમિનાર - પંચમહાલ
ગોધરાઃ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકારના ઉપક્રમે એક દિવસીય " ઓલ ઈન્ડિયા સર્વે ઑન હાયર એજ્યુકેશન"ના વિષય ઉપર એક સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું.
panch
સરકારની કોઈ પણ યોજનાનો મૂળ આધાર તેનો ડેટા છે. કૉલેજોના ડેટાની માહિતી આ નોડલ ઓફિસરો દ્રારા ગુજરાત અને ભારત સરકારને પૂરી પાડવામાં આવે છે.આ ડેટાને આધારે નવી યોજનાઓ અને શિક્ષણ નીતિઓ તૈયાર કરવામાં સરળતા રહે છે.આ ડેટાનું ફોર્મ કેવી રીતે ભરવું તેને ભરતી વખતે પડતી મુશ્કેલીઓની સમાધાન, તેમજ થિયરિકલ અને પ્રેકીટલ તાલીમ ગાંધીનગરથી આવેલા નોડેલ ઓફિસર અને એક્સપર્ટ આર.કે.શાહ દ્રારા આપવામાં આવી હતી.