ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં છેલ્લા ઘણા સમયથી નવા બસ સ્ટેશનની માગ કરવામાં આવી રહી હતી. જેના પગલે જ્યાં જૂનું બસ સ્ટેશન હતું તેને તોડી પાડીને નવું બસ સ્ટેશન 1.79 રૂપિયાના ખર્ચે બનાવામાં આવ્યું છે. શનિવારના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉષાબેન બારીયાના હસ્તે રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવીન બનેલા આ બસ સ્ટેશનમાં CCTV, LED, પંખા, બાંકડા, કંટ્રોલ કેબીન, ઉપહાર ગૃહ તેમજ 5 પ્લેટફોર્મ બનાવમાં આવ્યાં છે. આ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ કરવાના હતા પણ તેઓ કોઈ કારણોસર આવી શક્યા ન હતા. તેથી તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા તેને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
પંચમહાલના શહેરા નવનિર્મિત બસ સ્ટેશનનું ઉદઘાટન - shahera
પંચમહાલ: જિલ્લાના શહેરા નગરમાં 1.79.કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત બસ સ્ટેશનને આજે એટલે કે શનિવારના રોજ જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
પંચમહાલ
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ઉષાબેન બારીયા તાલુકા વિકાસ અધિકારી આર ચૌહાણ મામલતદાર મેહુલ ભાઈ ભરવાડ શહેરા પોલીસ સ્ટેશનના PI પ્રજાપતિ ભાજપ અગ્રણી જીગ્નેશ પાઠક યાંત્રિક ઈજનેર બી. એન.ચરપોટ તેમજ ખાલીદભાઈ આલમ, મુસ્તાકભાઈ સહીત નગરજનો હાજર રહ્યા હતા.