ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવ્યાંગ યુવકની કન્યાકુમારીથી લેહ-લદાખની એક્ટિવા યાત્રા, "એક ભારત વિજયી ભારત"નો સંદેશ - 50 વર્ષની ઉજવણી

પચંમહાલઃ દક્ષિણ ભારતમાં કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ કેન્દ્ર ખાતે ફરજ બજાવતા થંગરાજન "એક ભારત, વિજયી ભારત"ના સૂત્ર સાથે ભારતની યાત્રાએ નીકળ્યા છે. થંગરાજન કન્યાકુમારીથી નિકળી લેહ-લદાખ ખાતે પહોચી ત્યાંથી ફરી પાછા કન્યાકુમારી આવશે. મહત્વનું છે કે, થંગરાજન પોતે દિવ્યાંગ છે અને હાલ પોતાની એક્ટિવા સાથે કન્યાકુમારીથી નિકળી લેહ-લદાખની યાત્રાએ નીકળ્યાં છે.

દિવ્યાંગ યુવાન એવા થંગરાજન "એક ભારત વિજયી ભારત"ના સુત્રનો સંદેશ

By

Published : Sep 25, 2019, 12:45 PM IST

Updated : Sep 25, 2019, 1:06 PM IST

પોતાની યાત્રાના ભાગરૂપે તેઓ ગોધરા ખાતે આવી પહોંચતા તેમનું ગોધરા સ્વામી વિવેકાનંદ કેન્દ્રના કાર્યકરો, કોમર્સ કોલેજ તેમજ અને વિધાર્થી પરિષદ દ્વારા શહેરની ગાંધીજીની પ્રતિમા પાસે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ તેઓ 3500 કિમીની યાત્રા કરી ચૂક્યા છે, ત્યારબાદ તેઓ મધ્યપ્રદેશ તરફ જવા રવાના થયા છે.

દિવ્યાંગ યુવાન એવા થંગરાજન "એક ભારત વિજયી ભારત"ના સુત્રનો સંદેશ

49 વર્ષીય થંગરાજને પોતે કોમ્પ્યુટર ઇજનેરીનો અભ્યાસ કર્યો છે અને અગાઉ પણ આવી યાત્રાઓ કરી છે. જેમાં 2013માં ચેન્નઈથી રામેશ્વરમ સાયકલ યાત્રા, કોલકાતાથી કન્યાકુમારી તેમજ 2015માં મહારાષ્ટ્રથી કન્યાકુમારીની યાત્રા તેમજ ભગિની નિવેદિતાની જન્મ જયંતીના ભાગરૂપે કન્યાકુમારીથી દાર્જિલિંગની યાત્રા એક્ટિવા ઉપર કરી છે.

હાલ કન્યાકુમારીના વિવેકાનંદના સ્મારકના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે તેઓ "એક ભારત, વિજયી ભારત" યાત્રાના સંદેશા સાથે નીકળ્યા છે અને ભારતના વિવિધ રાજ્યે, તેમજ ઉત્તર-પૂર્વી રાજ્યોના નાના-મોટા શહેરો આવરી લેશે. આમ, કુલ 18,000 કીમી જેટલી મુસાફરી કરશે.

Last Updated : Sep 25, 2019, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details