પંચમહાલમાં ચારણ ગઢવી સમાજનો સમૂહ લગ્ન સમારોહ યોજાયો - ગોધરા
ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આઈશ્રી સોનલ ચારણ ગઢવી સમાજનો ૧૪મો સમૂહ લગ્ન સંભારભ યોજાયો હતો. જેમાં ૩૧ જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતાં.
ચારણ ગઢવી સમાજનો સમૂહલગ્ન સમારોહ યોજાયો
પંચમહાલ : જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલા ખોડીયાર માતાના મંદિરના પંટાગણમાં આઈશ્રી સોનલ ચારણ ગઢવી સમાજનો ૧૪મો સમૂહ લગ્નસંભારભ યોજાયો હતો. જેમા ૩૧ જેટલા નવદંપતીઓએ પ્રભૂતામા પગલા પાડ્યા હતા અને તમામ નવદંપતીઓને સમાજના દાતા તરફથી જરુરી સરસામાન પણ આપવામા આવ્યુ હતો. આ પ્રસંગે આઇશ્રી કંકુકેસરમા ખાસ ઉપસ્થિત તેમને તમામ નવદંપતીઓને આર્શિવાદ આપ્યા હતાં. સમાજના અગ્રણીઓ, તેમજ દાતાઓ પણ હાજર નવદંપતીને આર્શીવાદ આપીને નવા દામ્પત્ય જીવનની શુભકામના પાઠવી હતી.