- ઘોઘંબા તાલુકામાં દીપડાનો આતંક યથાવત
- છેલ્લા એક સપ્તાહથી વધુ દિવસોથી કરી રહ્યો છે હુમલો
- પશુ તેમજ માનવ પર કર્યા હુમલા
- એક્સપર્ટની ટીમ બોલવામાં આવી
પંચમહાલના ઘોઘંબામાં દીપડાનો આતંક યથાવત, એક્સપર્ટ લાગ્યા કામે - પંચમહાલમાં દીપડાનો આંતક
ઘોઘંબા તાલુકામાં અગીયાર દિવસથી સ્થાનિકો અને વન વિભાગની ઉંઘ હરામ કરી દેનારો આદમખોર દીપડો હજી પાંજરે પુરાયો નથી. બીજી તરફ શનિવારની મોડી સાંજે દીપડાએ તરીયાવેરી ગામમાં ઘર આંગણે સ્નાન કરવાની તૈયારી કરતાં યુવક ઉપર દીપડાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો.
પંચમહાલઃ ઘોઘંબા તાલુકામાં અગીયાર દિવસથી સ્થાનિકો અને વન વિભાગની ઉંઘ હરામ કરી દેનારો આદમખોર દીપડો હજી પાંજરે પુરાયો નથી. બીજી તરફ શનિવારની મોડી સાંજે દીપડાએ તરીયાવેરી ગામમાં ઘર આંગણે સ્નાન કરવાની તૈયારી કરતાં યુવક ઉપર દીપડાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવકની સતર્કતા અને સ્થાનિકોની બુમરાણને પગલે દીપડો ભાગી છૂટ્યો હતો અને યુવક ઈજાનો ભોગ બનતા સદ નસીબે બચી ગયો હતો.
માનવભક્ષી દીપડો છ વર્ષની ઉંમર અને નર હોવાનું જાણવાં મળ્યું
વન વિભાગની ઘનિષ્ઠ તપાસ દરમિયાન પાંચ જેટલા ગામોમાં માનવ અને પશુઓ ઉપર હુમલો કરનારો દીપડો એક જ હોવાનું તેમજ છ વર્ષની ઉંમર ધરાવતો નર દીપડો હોવાનું દીપડાના વિવિધ સ્થળેથી મળી આવેલા પગલાના નિશાન ઉપરથી જણાય આવ્યું હતું.
ખેડૂતો ડરના મર્યા નથી જઈ રહ્યા ખેતરે
દીપડાના ડરે હાલ ખેડૂતો પોતાના ખેતરે પણ જઈ શકતા નથી. આ સાથે સાથે ભૂંડ રોઝ તેમના મકાઈના પાકને ભારે નુકસાન કરી રહ્યા છે, પરંતુ ક્યાંક દીપડો તો નહીં આવે ને એવા ડરે ખેતરે જવાનું ટાળી રહ્યા છે અને બમણું નુકસાન વેઠી રહ્યાં છે.