પંચમહાલ : જિલ્લામાં આજે શિવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના શહેરા તાલુકાના પાલિખંડા ગામે આવેલું અને જાણીતું અને પૌરાણીક ગણાતું એવું મરૂડેશ્વર મહાદેવના મંદિર ખાતે શિવભક્તો ઉમટી પડ્યા હતા.
પંચમહાલમાં શિવરાત્રિ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી, શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા - શિવાલય
જિલ્લામા આજે શિવરાત્રીના પાવન પર્વે શિવાલયોમાં ભક્તોનુ ઘોડાપુર ઉમટયું હતું અને ભોલેનાથને જળ, દૂધ, બિલિપત્ર ચઢાવીને ધન્યતા અનુભવી હતી. જિલ્લાના પૌરાણિક મરૂડેશ્વર મહાદેવના મંદિરે ખાતે પણ મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા હતા.
શિવરાત્રિ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી, શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા
મંદિર પરિસર ૐ નમઃ શિવાય, બમબમ ભોલેનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતુ અને જળ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ મંદીર હાઇવે માર્ગ ઉપર આવેલું હોવાથી અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અહીં શિવરાત્રીના દર્શનનો વિશેષ મહિમા છે. સ્થાનિક સિવાય અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ મંદિરનું શિવલિંગ સ્વંયભુ છે એવી લોક માન્યતા છે કે આ શિવલિંગ શિવરાત્રીના રાત્રીએ એક ચોખાના દાણા જેટલું વધે છે.