ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલ ડેરી કૌભાંડ મામલે પૂર્વ સાંસદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ - MP in connection with the Panchamahal dairy scam

પંચમહાલઃ જિલ્લાના ભૂતપૂર્વ સાંસદ અને પંચામૃત ડેરીના ચેરમેન ભુપેન્દ્રસિંહ સોલંકી સહિત 8 કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ડેરીમાં થયેલી ઓડિટમાં આરોપીઓએ ડેરીમાંથી રૂપિયા 2.40 કરોડની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. જેથી હાલ ડેરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પંચમહાલ ડેરી કૌભાંડ મામલે પૂર્વ સાંસદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

By

Published : Nov 15, 2019, 5:59 PM IST

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે આર્શીવાદ સમાન પંચામૃત ડેરીમાં ઉચાપત થઈ હોવાની ઘટના સામે આવી છે. જિલ્લાની જીવાદોરી સમી આ ડેરીમાં ભાજપના ચેરમેન ભુપેન્દ્રસિંહ સોલંકી તેમજ પંચામૃત ડેરીના કર્મચારીઓ વિરૂદ્ધ ડેરીમાં ઉચાપત મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કારણ કે, તેમણે વર્ષ 2008-2009 અને 2009-2010માં પોતાના આર્થિક લાભ માટે ડેરીના દ્વારા થતાં દૂધ- છાશના વિતરણમાં ખોટા દસ્તાવેજો ઉભા કરીને 2.40 કરોડની ઉચાપત કરી હોવાનું ઓડીટમાં બહાર આવ્યું હતું. જેથી પંચામૃત ડેરીના કર્મચારીઓ દ્વારા ગોધરા બી- ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ હતી.

પંચમહાલ ડેરી કૌભાંડ મામલે પૂર્વ સાંસદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

પંચામૃત ડેરીના કર્મચારીઓ દ્વારા નાણાકીય વર્ષ 2008-2009માં રૂપિયા 1.49 કરોડ તેમજ 2009-2010 દરમિયાન 91 લાખની ઉચાપત થઈ હોવાની બે અલગ-અગલ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા માજી સાંસદ, પંચામૃત ડેરીના ચેરમેન ભૂપેન્દ્રસિંહ સોલંકી, જે-તે સમયના MD અને માર્કેટીંગ વિભાગના 7 કર્મચારીઓ વિરૂદ્ધ કાવતરૂં રચી સંસ્થાને આર્થિક નુકસાન પહોંચાડવા તેમજ ઉચાપત અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર મામલે સાંસદ અને ડેરીના ચેરમેને આ આરોપને વખોડવાતા જણાવ્યું હતું કે, "વર્ષેને વર્ષે ઓડિટ થતું રહે છે. આ ઘટના ઉપજાવી કાઢેલી છે. મારે ચેરમેન પદ છોડે 10 વર્ષ થઈ ગયા છે, ત્યારે હાલ ફરિયાદ નોંધાવી એ એક રાજકીય સ્ટંટ સિવાય બીજુ કાંઈ નથી."

ABOUT THE AUTHOR

...view details