પંચમહાલઃ જિલ્લાના કાલોલ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI સામે તેના જ પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ નોંધાઇ હતી. જમીનના વિવાદની અરજીની તપાસ દરમિયાન અરજીના આક્ષેપિતને પોલીસ મથકમાં બોલાવી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ મથકના સણસોલી આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા ASI દ્વારા એક ઇસમને પોલીસ મથકમાં બોલાવીને માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. કાલોલ તાલુકાના બોડીદ્રા ગામના એક અરજદાર દ્વારા તેના ભાઈ સાથે ચાલી રહેલા જમીન વિવાદ અંગે પોલીસ મથકમાં અરજી કરી હતી.
જે અરજીની તપાસ કાલોલ પોલીસ મથકની હદમાં આવતા સણસોલી આઉટ પોસ્ટના ASI વાડીલાલ દામાં ચલાવી રહ્યા હતા. જે દરમિયાન ASI દ્વારા અરજીના તપાસના કામે અરજીમાં દર્શાવેલા આક્ષેપિત વ્યક્તિ અશોક સોલંકીને કાલોલ પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા, જેથી અશોક સોલંકી કાલોલ પોલીસ મથકે પહોંચી ASIને મળ્યો હતો અને જરૂરી કાર્યવાહી માટે જણાવ્યું હતું.