ગુજરાત

gujarat

ETV Bharat / state

તંત્રની આળશ આવી સામે, મતદાન સ્લીપોમાં છબરડા

પંચમહાલ: લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે પંચમહાલ વહીવટી તંત્રની એક ભૂલ સામે આવી છે. પંચમહાલ સંસદીય મતવિસ્તારના મોરવા હડફમાં મતદાન સ્લીપમાં મોટો છબરડો સામે આવ્યો છે.

મતદાન સ્લીપોમાં છબરડા

By

Published : Apr 20, 2019, 7:29 PM IST

પંચમહાલ મોરવા હડફ મામલતદાર કચેરી દ્વારા અપાયેલ મતદાન સ્લીપમા મતદાન તા,24-4-2019 દર્શાવી છે. મતદાન તા.23-4-2019ના બદલે તા.24-4-2019 છપાયેલી આવી છે. મતદારોને અપાયેલ સ્લીપમા મોટો છબરડો જોવા મળ્યો છે. મોરવા હડફ વિધાનસભાના મતદાર યાદીના કુલ 235 ભાગ પૈકી 120 થી 235 ભાગોમાં છબરડોથયો હતો. આ અંગેની જાણ થતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા.

મતદાન સ્લીપોમાં છબરડા

આ સમગ્ર છબરડાને લઇને મતદાનની ખોટી છપાયેલી તારીખની તમામ સ્લીપો બદલવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ખોટી મતદાન તારીખ છપાયેલ મતદાન સ્લીપોમાં મતદાન તારીખ સુધારવા માટે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મોરવા હડફના આસિસ્ટન્ટ રિટર્નીગ ઓફિસરને સોકોઝ નોટીસ પણ ફટકારવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details