પંચમહાલ : ભારતીય જનતા પાર્ટી દ્રારા ગુજરાત સહિત દેશભરમાં CAA કાયદાના સમર્થનમાં કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે, ત્યારે જિલ્લાના તાલુકા મથક શહેરા ખાતે એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામા આવ્યું હતું. આ બાઇક રેલી પહેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ મંત્રી અમિતભાઇ ઠાકર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં, ત્યારબાદ ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લામાં CAAના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરાયું
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે CAA કાયદાના સમર્થનમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશમંત્રી અમિતભાઇ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યા બાદ તે શહેરા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
પંચમહાલ
આ બાઇક રેલીમાં ભાજપના કાર્યકરો હાથમાં " અબ ઓર નહીં હી અત્યાચાર અબ CAA સે મિલેગા સન્માન" સહિત લખાણો વાળા બેનરો સાથે નજરે પડ્યા હતાં. બાઇક રેલી કેશવ ગ્રાઉન્ડથી અણિયાદ ચોકડી, નાડા રોડ, પરવડી, હોળી ચકલા બસ સ્ટેશન વિસ્તારમાં ફરી પરત ફરી હતી. આ રેલીમાં શહેરા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ મયુર શાહ, ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી જીજ્ઞેશ પાઠક, સાંસદ રતનસિંહ રાઠોડ તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવા કાર્યકરો હાજર રહ્યા હતાં.