ગુજરાત

gujarat

ETV Bharat / state

શહેરા અનાજ કૌભાંડ મામલે શહેરા ભાજપના ધરાસભ્યએ આપ્યું નિવેદન - ગુજરાત રાજકારણ

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલી સરકારી અનાજના ગોડાઉનમાં કરોડો રૂપિયાના અનાજનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેને લઈને ધારાસભ્યએ નિવેદન આપ્યું હતું.

શહેરાના કથિત અનાજ કૌભાંડનો મામલો
શહેરાના કથિત અનાજ કૌભાંડનો મામલો

By

Published : Feb 23, 2021, 9:06 AM IST

  • શહેરાના કથિત અનાજ કૌભાંડનો મામલો
  • શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડનું મોટુ નિવેદન
  • એક મહિના પહેલા મુખ્ય પ્રધાનને પ્રત્યક્ષ મળીને કરી હતી રજૂઆત
  • કથિત કૌભાંડ અંગે પત્ર લખીને પણ કરી હતી રજૂઆત

પંચમહાલઃ જિલ્લાના શહેરા તાલુકાના મુખ્ય મથક શહેરા ખાતે આવેલી સરકારી અનાજના ગોડાઉનમાં કરોડો રૂપિયાના અનાજનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેને લઈ ધારાસભ્યએ જણાવ્યું હતું કે થોડા સમય આગાઉ પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે પણ આવુ જ એક અનાજ કૌભાંડ સામે આવ્યું હતું. હજુ સુંધી તેની યોગ્ય તપાસ થઈ નથી.

શહેરાના કથિત અનાજ કૌભાંડનો મામલો

CID ક્રાઈમ અને ACBને સોંપવાની માગ કરવામાં આવી

જેથી સમગ્ર મામલે તપાસ CID ક્રાઈમ અને ACBને સોંપવાની માંગ કરવામાં આવી છે. તેઓ ગૃહ પ્રધાન અને મુખ્ય પ્રધાનને પણ આ મુદ્દે રજુઆત કરવામાં અવશે અને વધુમાં વિધાનસભામાં પુરવઠા નિગમને બંધ કરવાની પણ રજુઆત કરશે તેવું જણાવ્યું હતું.

શહેરા અનાજ કૌભાંડ મામલે શહેરા ભાજપના ધરાસભ્યનું નિવેદન

ABOUT THE AUTHOR

...view details