ગુજરાત

gujarat

ETV Bharat / state

મેઘાની મહેરબાની વચ્ચે પાવાગઢ દીપી ઉઠ્યું, વેપારીઓએ પ્લાસ્ટિકમુક્ત યાત્રાધામ માટે લીધી ટેક

પંચમહાલઃ આસો માસની નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે અને માઈ ભક્તો માં આદ્યશક્તિની આરાધનામાં લાગી ગયા છે, ત્યારે પંચમહાલમાં આવેલા જગ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ માઇભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં છે. તેમાંય આ વખતે જાણે પ્રકૃતિ પણ શોળે કળાએ ખીલી ઉઠેલ દેખાય છે અને ચોમાસુ હજુ ચાલુ જ રહેવાથી વાદળોથી પાવાગઢ ઘેરાયેલ પણ જોવા મળે છે.

a-beautyfull-show-in-pavaghadh

By

Published : Oct 1, 2019, 3:34 AM IST

પાવાગઢ યાત્રાધામ એટલે 51 શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ કહેવાય છે અને કહેવાય છે કે માતા પાર્વતી ના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞ માં પાર્વતી જી ના પતિ મહાદેવ ને આમન્ત્રણ આપવા માં નહોતું આપાયું અને એ જાણ્યા બાદ માતા પાર્વતી ને પોતાના પતિ ના અપમાન થયા નું લાગતા તેઓ યજ્ઞ કુંડ માં કૂદી ને પોતાની આહુતિ આપી દીધી હતી જેની જાણ થયા બાદ ભગવાન મહાદેવ ને ખુબજ લાગી આવતા તેઓ એ તાંડવઃ નૃત્ય કરતા કરતા પાર્વતીજી ના ભસ્મ થયેલ દેહ ના ભાગ ને ચારેય દિશા માં 51 જગ્યા એ ફેંક્યો હતો જેમાં પાવાગઢ ખાતે માતાજી ના ડાબા પગ ના અંગુઠા ની ભાગ પડતા અહીં આ જગ્યા ને શક્તિપીઠ તરીકે ઓળખ મળી

દરેક ધર્મ અને 100 ઉપરાંત હેરિટેજ સાઈટ ધરાવતા પાવાગઢ ને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્થાન મળેલ હોઈ અહીં દેશ ભર માંથી ભક્તો આવે છે અને અહીં આસો ની નવરાત્રી દરમિયાન અંદાજે 9 દિવસ ના 40 થી 50 લાખ ભક્તો દર્શને આવે છે

ખાસ કરી ને પાવાગઢ ખાતે ગુજરાત ભર ની સાથે સાથે મધ્યપ્રદેશ ,રાજસ્થાન,અને મહારાષ્ટ્ર માંથી માઇભક્તો આવતા હોય છે

ક્યાંક પગપાળા સંઘો નાચતા કુદતા માતા ના દરબાર માં આવતા હતા ક્યાંક માતાજી ની ભક્તિ માં લીન એવા આવનવા માતાજી ના વેશ ધારણ કરી ને આવતા જોવા મળે છે તો ક્યાંક માતાજી ની શ્રદ્ધા નો અતિરેક એટલે કે અંધશ્રદ્ધા પણ અહીં જોવા મળતી હતી ઘણા લોકો જેઓ માતાજી બની નેધૂણતાં ધુણતા અહીં આવતા હોય છે અને ધારદાર હથિયારો થી વિકૃત પ્રદશન કરતા પણ જણાતા હતા

મેઘાની મહેરબાની વચ્ચે પાવાગઢ દીપી ઉઠ્યું
અનેક ભક્તો મધ્યપ્રદેશ ની ખાસ હેતુસર અહીં આવતા હોય છે જેઓ ના હાથ માં એક દિપક હોય છે જે જ્યોત પાવાગઢ ખાતે માતાજી ના મંદિર ની જ્યોત થી પ્રગટાવી ને તેને અખન્ડ રાખી ને પોતાના ગામ સુધી લઈ જાય છે અને ત્યાં તેઓ આ જ્યોત થી નવરાત્રી દરમિયાન નવ દિવસ એ દિવા ની ગરબા ગાઈ અને હવન કરી ભક્તિ કરે છે.આ વર્ષે પાવાગઢનું સૌંદર્ય આહ્લાદક દ્રશ્યમાન થાય છે. એક હિલ સ્ટેશન અને આધ્યાત્મિક ભૂમિના સમન્વય એવા પાવાગઢ ધામમાં હાલ આખો દિવસ વાદળો ઘેરાયેલા જોવા મળે છે અને વિઝિબિલિટી માત્ર દસ ફૂટ જેટલી થઇ જાય છે, ત્યારે ભક્તો આ અનુભૂતિ ને પણ આહલાદક ગણે છે.પાવાગઢ ડુંગર વડોદરાથી 40 કિલોમીટર દૂર આવેલ છે અને ગોધરા થી 50 કિલોમીટર દૂર આવેલ છે. આ બન્ને જગ્યાએથી રેલવે અને રોડ મારફતે માતા દર્શને આવી શકાય છે.આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા 2 ઓક્ટોબરથી પ્લાસ્ટિક પાર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે તેનો અમલ 2 ઓક્ટોબરે થશે. ત્યારે પાવાગઢના સ્થાનિક વેપારીઓએ પ્રશંશનીય નિર્ણય લઈ નવરાત્રી દરમિયાન પ્રથમ નોરતાથી જ પાવાગઢને પ્લાસ્ટિક મુક્ત કરવાનો નિર્ણય લીધો છે અને હવે ગ્રાહકને પ્લાસ્ટિકની જગ્યાએ કાગળ અથવા કાપડની થેલી આપવાની શરૂઆત કરી છે.

ABOUT THE AUTHOR

...view details