પંચમહાલઃ સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે, ત્યારે પંચમહાલમાં પણ મેઘરાજાએ માજા મુકી છે. પાવાગઢ નજીક આવેલા ખુણીયા મહાદેવના ધોધ પર પાણીનો પ્રવાહ એકાએક જ વધી જતાં 50થી વધુ લોકો ફસાયા હતા. જેમને ભારે જહેમત બાદ પાવાગઢ પોલીસે સલામત રીતે બહાર કઢ્યાં હતાં.
પાવાગઢ તળેટી પર ઘોડાપૂર, 50થી વધુ લોકોનું પોલીસે કર્યું દિલધડક રેસ્ક્યુ, જુઓ વીડિયો - gujarati news
સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે, ત્યારે પંચમહાલમાં પણ મેઘરાજાએ માજા મુકી છે. પાવાગઢ નજીક આવેલા ખુણીયા મહાદેવના ધોધ પર પાણીનો પ્રવાહ એકાએક જ વધી જતાં 50થી વધુ લોકો ફસાયા હતા. જેમને ભારે જહેમત બાદ પાવાગઢ પોલીસે સલામત રીતે બહાર કાઢ્યાં હતાં.
ચોમાસામાં પંચમહાલ જિલ્લાના પાવાગઢ, જાંબુઘોડા તેમજ ઘોઘમ્બાના જંગલ વિસ્તાર અને ડુંગર વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય છે. જેની મજા માણવા આજુબાજુ અને દૂર દૂરથી લોકો આવતા હોય છે. જેમાં ડુંગર વિસ્તારમાં આવેલા ધોધની મજા માણવા લોકો આવે છે.
ગત રોજ ખુણીયા મહાદેવ નજીક આવેલા ધોધની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, પરંતુ વધુ વરસાદને પગલે એકાએક પાણીનો પ્રવાહ વધી જતાં 50થી વધુ લોકો ફસાયા હોવાની જાણકારી પાવાગઢ પોલીસને મળી હતી. જેના પગલે પાવાગઢ પોલીસે તમામ લોકોને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કાઢ્યાં હતાં.