ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના વાઘજીપુર ગામે સ્વામિનારાયણ મંદિરનો 44મો પાટોત્સવ યોજાયો - 44th Anniversary of Swaminarayan Temple

પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આવેલા મણિનગર સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત સ્વામિનારાયણ મંદિરનો 44મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં પંચમહાલ જિલ્લા તેમજ આસપાસના જિલ્લામાંથી હરિભક્તો ઉમટી પડ્યા હતા. હરિભક્તોને શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજીએ અમૃતવાણીનું રસપાન કર્યું હતું.

પંચમહાલના વાઘજીપુર ગામે સ્વામિનારાયણ મંદિરનો 44મો પાટોત્સવ યોજાયો

By

Published : Oct 21, 2019, 4:38 PM IST

પંચમહાલ દાહોદ સહિતના અન્ય જિલ્લાઓમાં પણ વ્યસનમુક્તિ રેલી અને અંધશ્રદ્ધાના નાબૂદી માટે સત્સંગ સહિતના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ત્યારે શહેરા તાલુકાના વાઘજીપુર ગામે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર સંચાલિત સ્વામિનારાયણ મંદિર ખાતે આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજીના અધ્યક્ષપણા હેઠળ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મુખવાણી વચનામૃત શતાબ્દી મહોત્સવ તથા જીવન પ્રાણથી અબજીબાપાના શતામૃત મહોત્સવ અંતર્ગત 44માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.

પંચમહાલના વાઘજીપુર ગામે સ્વામિનારાયણ મંદિરનો 44મો પાટોત્સવ યોજાયો

આ કાર્યક્રમમાં વ્યસન મુક્તિ પર તેમજ અંધશ્રદ્ધા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારની બેરોજગાર અને વિધવા બહેનો સ્વનિર્ભર બની રહે એ હેતુથી 117 સિલાઈ મશીન આપવામાં આવ્યા હતાં અને શાળા કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાઈ હતી. આ પાટોત્સવ કાર્યક્રમ જિલ્લામાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. સ્વામીજી પુરુષોત્તમ પ્રિયદાસજીનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તો મહાપ્રસાદનો લાભ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details