પંચમહાલઃ જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 40 કેસ સામે આવ્યા છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 963 થઇ છે. નવા આવેલા કેસ પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 32 કેસ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 8 કેસ સામે આવ્યાં છે.
પંચમહાલ જિલ્લામાં કોરોનાના વધુ 40 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 1 હજારની નજીક
પંચમહાલ જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 40 કેસ સામે આવ્યા છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 963 થઇ છે. નવા આવેલા કેસ પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 32 કેસ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 8 કેસ સામે આવ્યાં છે.
રવિવારના રોજ આવેલા નવા કેસમાં ગોધરા શહેરમાંથી 25, હાલોલમાંથી 06 અને શહેરામાંથી 01 કેસ મળી આવ્યા છે, જેથી શહેરી વિસ્તારોમાં કોરોનાના કુલ 757 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કાલોલ ગ્રામ્યમાંથી 02 કેસ અને મોરવા ગ્રામ્યમાંથી 01 કેસ, શહેરા ગ્રામમાંથી 1 કેસ, હાલોલ ગ્રામ્યમાંથી 1 કેસ અને ગોધરા ગ્રામ્યમાંથી 3 કેસ સામે આવ્યાં છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસની કુલ સંખ્યા 206 થઇ છે. રવિવારે કુલ 15 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 553 થઇ છે. જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 351 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.