ગુજરાત

gujarat

ETV Bharat / state

હાલોલમાં 2 સગા ભાઈઓનું તળાવમાં ડુબી જવાથી થયું મૃત્યુ - પંચમહાલના સમાચાર

હાલોલના ફાંટા તળાવમાં નહાવા પડેલા બે સગીર ભાઇઓ ડૂબી જતા મૃત્યુ પામ્યા હતાં. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ બન્ને મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં.

હાલોલમાં 2 સગા ભાઈઓનું તળાવમાં ડુબી જવાથી થયું મૃત્યુ
હાલોલમાં 2 સગા ભાઈઓનું તળાવમાં ડુબી જવાથી થયું મૃત્યુ

By

Published : Jun 2, 2021, 10:54 PM IST

  • ફુગ્ગા વેચતા શ્રમજીવી પરિવારના બે ભાઇઓના થયા મૃત્યુ
  • તળાવમાં ડુબવાથી કિશોરોએ ગુમાવ્યા જીવ
  • નાના ભાઇને બચાવવા જતાં મોટાભાઇએ પણ ગુમાવ્યો જીવ

હાલોલ:નગરના ફાટા તળાવમાં 13 અને 17 વર્ષીય બે સગા ભાઇઓના ડૂબી જવાથી મોત થતા ખળભળાટ મચ્યો હતો. મદારીવાસ ખાતે રહેતા ચાર મિત્રો તળાવમાં નહાવા પડ્યા હતા. જેમાં 13 વર્ષીય કિશોર ડૂબવા લાગતા તેનો 17 વર્ષીય મોટો ભાઈ તને બચાવવા જતાં તે પણ ઊંડા પાણીમાં ડૂબી જતા બંને સગા ભાઇઓના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.

વધુ વાંચો:મહેસાણામાં પત્નીની આડા સંબંધે લીધો પતિનો ભોગ, પરપ્રાંતીય યુવકે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

મહામહેનતે બહાર કાઢ્યા મૃતદેહ

બનાવની જાણ થતા હાલોલ ટાઉન પોલીસ અને હાલોલ નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ફાટા તળાવમાંથી બન્ને સગા ભાઇઓના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતાં. બાદમાં મૃતદેહ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઘટના અંગે ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

વધુ વાંચો:પિતાએ રસોઈ બનાવવા બાબતે પુત્રીઓને આપ્યો ઠપકો, બન્નેએ એકસાથે કરી આત્મહત્યા

ABOUT THE AUTHOR

...view details