ગુજરાત

gujarat

ETV Bharat / state

ઐતિહાસિક ધરોહર પાવાગઢ ખાતેથી 15મી સદીના અવશેષો મળી આવ્યા - પૌરાણિક સ્થાપત્યો

પાવાગઢઃ પંચમહાલ જિલ્લાની ઐતિહાસિક ધરોહર પાવાગઢ ખાતેથી 15મી સદીના અવશેષો મળી આવ્યા હતા. આ પુરાતન અવશેષોનું ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આવનારા સમયમાં સંશોધન કરવામાં આવશે.

ઐતિહાસિક ધરોહર પાવાગઢ ખાતેથી 15મી સદીના અવશેષો મળી આવ્યા

By

Published : Nov 25, 2019, 2:38 AM IST

ગુજરાત રાજ્યની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢ ખાતે અનેક પુરાતન અવશેષો આજે પણ હયાત છે, ત્યારે પાવાગઢ ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર હાલ ભારતીય પુરાતત્વ વિભાગ હસ્તક આવરી લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં નાના-મોટા સહિત 1000 ઉપરાંત પૌરાણિક સ્થાપત્યો આવેલા છે, ત્યારે પાવાગઢ ડુંગર જવાના માર્ગ પર આવેલા સાત કમાન નામના પૌરાણિક સ્થાપત્ય આવેલું છે. આ સાત કમાનના અંદરના ભાગમાં હજૂ પણ પૌરાણિક ધરોહર હોવાની પુરાતત્વ વિભાગને સચોટ માહિતી મળતા આ જગ્યા પર સરકારની મંજૂરી મેળવ્યા બાદ ખોદકામ શરુ કરવામાં આવ્યું છે.

ઐતિહાસિક ધરોહર પાવાગઢ ખાતેથી 15મી સદીના અવશેષો મળી આવ્યા

હાલ પુરાતત્વ વિભાગ દ્વારા વિશ્વ વિરાસત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાત કમાન વિસ્તારમાં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન 15મી સદીના અવશેષો મળી આવ્યા છે. 15મી સદીના ઉલ્લેખ ધરાવતી તક્તી સહિત પૌરાણિક ઢબનો દરવાજાનું સ્ટ્રક્ચર મળી આવ્યું છે. પુરાતત્વ વિભાગ દ્વારા હાલ આ જગ્યા પર વધુ ખોદકામ કરી તમામ અવશેષોને સંપૂર્ણ બહાર કાઢવા માટેની કાર્યવાહી વધુ વેગવંતી બનાવવામાં આવી છે. આ તમામ અવશેષો મળી આવ્યા બાદ પુરાતત્વ વિભાગ દ્વારા સંસોધન હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details