બાલાસિનોર: કેન્દ્રીય ચૂંટણી પંચના સ્થાપના દિન નિમિત્તે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત મહિસાગર જિલ્લા કક્ષાના 10માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી બાલાસિનોરની આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના ઓડિટોરિયમ હોલમાં કરવામાં આવી હતી. જેમાં, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા અને બાલાસિનોર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી હાજર રહ્યા હતા.
બાલાસિનોરમાં 10માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ - પંચમહાલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી
પંચમહાલ જિલ્લાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી બાલાસિનોરની આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના ઓડિટોરિયમ હોલમાં કરવામાં આવી હતી. જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા, બાલાસિનોર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી અને કૉલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે, આપણે મતદાન અંગેની જાગૃતિ લાવવાના ભાગરૂપે આ ઉજવણી કરી રહ્યા છીએ. મતદાન એ આપણી પવિત્ર ફરજ છે. જ્યારે આપણે 18 વર્ષથી ઉપરના થઈએ છીએ ત્યારે મનમાં માત્ર ડ્રાઇવિંગ લાઇસન્સનો જ વિચાર કરીઓ છીંએ, પરંતુ તેનાથી વધુ જરૂરી વોટર આઈડી કાર્ડ છે.
આ કાર્યક્રમમાં બ્રહ્માણી સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા મતદાર જાગૃતિ અંગે ભવાઈ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ચૂંટણીની કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા નોંધણી અધિકારીઓ, મામલતદાર સેક્ટર ઓફિસર, ઈએલસી નોડલ ઓફિસર, બી.એલ.ઓ કેમ્પ એમ્બેસેડર, મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુવા મતદારોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એપીક કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.