ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરા સિવિલમાંથી  કોરોનાના વધુ 10 દર્દી થયા સ્વસ્થ - ગોધરા સિવિલમાંથી વધુ 10 કોરોનાના દર્દી થયા સ્વસ્થ

પંચમહાલ જિલ્લા માટે સારા સમાચાર સામે આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં કુલ 74 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે એની સામે સાજા થનાર દર્દીની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

ગોધરા સિવિલમાંથી વધુ 10 કોરોનાના દર્દી થયા સ્વસ્થ
ગોધરા સિવિલમાંથી વધુ 10 કોરોનાના દર્દી થયા સ્વસ્થ

By

Published : May 16, 2020, 1:54 PM IST

પંચમહાલઃ ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી વધુ 10 જેટલા કોરોનાના દર્દીને રજા આપવામાં આવતા કુલ 43 જેટલા દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોના સામેની જંગ જીતી ગયા છે. જેમાં એક જ દિવસે પોઝિટીવ આવેલા 9 દર્દીઓને એક સાથે જ સારવાર કરીને સાજા કરવામાં આવ્યા છે. જેમાં તમામને હોમકોરોન્ટાઇન તેમજ સરકારી કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જો હાલની પરિસ્થિતની વાત કરીએતો કુલ પોઝીટીવ કેસની સંખ્યા 74 છે, જેમાં 43 જેટલા સાજા થયા છે અને 5 લોકોના મોત થયા છે અને 25 દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ગોધરા સિવિલમાંથી વધુ 10 કોરોનાના દર્દી થયા સ્વસ્થ

કોરોના સામે જંગ જીતનારના નામ

  • ચાંદની રામવાની (18 વર્ષ)
  • વિભૂતિ રતનેશ પટેલ (24 વર્ષ)
  • વિજયભાઈ પટેલ (52 વર્ષ)
  • ઝબ્બા મહેબૂબ મહમદ (50 વર્ષ)
  • હૈઝલ યુનુસ યાકુબ (25 વર્ષ)
  • જદી સૂફીયાન ગુલામ (26 વર્ષ)
  • તેજ વિજય પટેલ (16 વર્ષ)
  • પ્રેયસ નીલકંઠ પટેલ (22 વર્ષ)
  • યુગ શાહ (2 માસ)
  • અનિતા એસ શાહ (24 વર્ષ)

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details