શું તમે પણ દિવાળીની મીઠાઈ અહીંથી ખરીદી હતી ? ભાવનગર :ભાવનગર શહેરમાં દિવાળી ટાણે મીઠાઈ, ઘી અને માવા જેવી ખાદ્યવસ્તુઓની માંગ વધુ રહેતી હોય છે. ત્યારે મિલાવટ હોવાની પૂરી સંભાવના હોય છે. દિવાળી દરમિયાન મહાનગરપાલિકાએ લીધેલા 4 પૈકી બે ઘીના નમૂના ફેલ થયા છે. જોકે નમૂના લેવાય તે સમયે વ્યાપારીઓ પાસે 5-5 કિલોનો જથ્થો હતો. દિવાળી વીતી ગયાને ચાર મહિના થયા, માલ વહેચાય ગયો બાદમાં ઘીના નમૂના ફેલ આવતા ખળભળાટ મચ્યો છે. મતલબ કે તમે જે મીઠાઈ અને ઘી ખરીદ્યુ તેમાં ભેળસેળ હતી. જુઓ સમગ્ર વિગત આ અહેવાલમાં...
ભાવનગર મનપાની "અવળી ગંગા" :લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્યચીજોના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવતી હોય છે. પરંતુ આરોગ્ય વિભાગની કામ કરવાની પદ્ધતિથી લોકોના આરોગ્ય સાથે ચેડા થયા હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર મનપા આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દેવાંગ જોશીએ જણાવ્યું હતું કે,વર્ષ 2023 માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 251 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકી 109 નમૂનાનો રિપોર્ટ આવી ચૂક્યા છે. ત્યારે હજુ 142 જેટલા નમુનાના રિપોર્ટ આવવાના બાકી છે. આવેલા રિપોર્ટમાં દિવાળી ટાણે ભેળસેળયુક્ત ઘી વેચાયું હોવાનું રિપોર્ટમાં ખુલ્યું છે.
ઘીના સેમ્પલ ફેલ :ગત દિવાળીના દસ દિવસ પહેલા 20/10/2023 ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેના રિપોર્ટના હાલ 2024 માં આવ્યા છે. ફૂડ સેફટી ઇન્સ્પેકટર દેવાંગ દોશીએ જણાવ્યું હતું કે, દિવાળીમાં પહેલા ઘીના ચાર નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં બે નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. બે અલગ અલગ પેઢી, જેમાં મેસર્સ વોરા કિરીટભાઈ મનુભાઈ વોરા શેરીમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. તે સમયે તેની પાસે પાંચ કિલોનો જથ્થો હતો. તેના રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવ્યો છે. તેમાં વેજીટેબલ હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજા રાધનપુરીમાં મેસર્સ શાહ રાકેશ કુમાર મહિપતરાયની રિટેલર દુકાનમાંથી લીધેલા નમૂના ફેલ થયા છે, જેમાં સેપોનીફીકેશન અને BR રીડીંગ આવતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કર્યું છે.
જાન્યુઆરીમાં લીધેલા સેમ્પલના રિપોર્ટ ?ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દિવાળીમાં લીધેલા નમૂના ફેલ થયા છે. બે નમૂના પૈકી એકમાં વેજીટેબલ ઘીની મિલાવટ સામે આવી છે. જ્યારે બીજા સેમ્પલમાં સેપોનીફિકેશન અને BR રીડીંગ તરીકે ટાંક મારીને સબ સ્ટાન્ડર્ડ જાહેર કર્યું છે. સેપોનીફિકેશન અને BR રીડીંગ એટલે એક પ્રકારનું દૂધમાં આવતું ફેટ પ્રમાણેનું ફેટ છે, પણ તે દૂધનું ના હોય એટલે કે કોઈ એવી ચીજને મિલાવત છે જે અખાદ્ય છે. 2024 માં જાન્યુઆરી માસમાં 24 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા, તેના રિપોર્ટ બાકી છે.
- BMC Food Department : ગોકળગતિએ ચાલતું BMC તંત્ર ! દિવાળીની મીઠાઈ ખાવાલાયક હતી કે નહીં હવે જાણો...
- Bhavnagar News: ભર શિયાળે શાકભાજીના ભાવ આસમાને જતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા