ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Accident : સિસોદ્રા પાટીયા પાસે વાહનની અડફેટે યુવાનનું મોત, નેશનલ હાઈવે 48 પર ફરી અકસ્માત - Youth Death in Road Accident at Sisidara Patiya

નવસારીમાં અકસ્માતની (Navsari Accident )ઘટનામાં યુવાનનું મોત નીપજ્યું છે. નવસારી નેશનલ હાઇવે 48 પરનો આ એક વધુ અકસ્માત નોંધાયો છે. અહીંના સિસોદ્રા પાટીયા પાસે મુંબઇથી અમદાવાદ તરફના માર્ગ પર કોઇ અજાણ્યો ઇસમ ગતરાત્રિના રસ્તો ક્રોસ કરતી સમયે વાહનની અડફેટે યુવાનનું મોત હતો.

Navsari Accident : સિસોદ્રા પાટીયા પાસે વાહનની અડફેટે યુવાનનું મોત, નેશનલ હાઈવે 48 પર ફરી અકસ્માત
Navsari Accident : સિસોદ્રા પાટીયા પાસે વાહનની અડફેટે યુવાનનું મોત, નેશનલ હાઈવે 48 પર ફરી અકસ્માત

By

Published : Jan 13, 2023, 4:53 PM IST

નવસારી નેશનલ હાઇવે 48 રક્તરંજિત થયો

નવસારીનવસારીમાં નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સિસોદ્રા પાટીયા પાસે મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ પર અજાણ્યા ઈસમ હાઈવેની રેલિંગ ક્રોસ કરતી વેળાએ અજાણી ગાડીની અડફેટે આવતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું.

નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતની ઘટનાઓ 2013ના નવા વર્ષના શરૂઆતમાં જ નવસારીમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એક પછી એક અકસ્માતો નવસારીના નેશનલ હાઇવે નંબર 48 પર થઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ નવસારીના વેશમાં ગામ પાસે અકસ્માતમાં નવ લોકોના મૃત્યુ થયા હતા. નવ લોકો જે કારમાં સવાર હતા તે કારનો ખુરદો બોલી ગયો હતો. તો બીજી તરફ રાજકોટથી પરત આવતા પરિવારને પણ વેસમા પાસે અકસ્માત નડતા કાર ડિવાઈડર કૂદી સામેના ટ્રક સાથે ભટકાઈને પાંચ પલટી ખાઈ ગઈ હતી. પરંતુ સદનસીબે તમામ લોકોનો આભાર બચાવ થયો હતો.

નવસારીમાં અકસ્માતોની હારમાળા આ અકસ્માતો ઉપરાંત નવસારીના ચીખલીમાં પણ એક સાથે ચારથી પાંચકારો એકબીજા જોડે ભટકાઈ હતી. આ રીતે નવસારીમાં અકસ્માતોની હારમાળા સર્જાવા લાગી હોય તેમ દેખાઈ રહ્યું છે. આવી જ એક અકસ્માતની ઘટના ગતરોજ નવસારીના નેશનલ હાઇવે નંબર 48 પર ફરીવાર થવા પામી હતી.

રેલીંગ ક્રોસ કરતાં આવી ગયો અડફેટેનવસારીના સિસોદ્રાના પાટીયા પાસે મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ પર એક અજાણ્યો ઈસમ હાઈવે પર રેલિંગ ક્રોસ કરીને સામે છેડે જતો હતો. રાત્રિના અંધારાના સમયમાં પુરપાટ દોડતી કારોએ આ રેલીંગ ક્રોસ કરતા યુવકને અડફેટે લઇ લીધો હતો. અકસ્માતની આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જે મોત નીપજ્યું હતું.

નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ શરુ કરીયુવકના અકસ્માતમાં મોતની ઘટનાની જાણ સિસોદ્રા પાટીયા પાસેના સ્થાનિકોને થતા સ્થાનિકો તાત્કાલિક હાઇવે પર મદદ માટે પહોંચી ગયા હતાં. રાત્રિના સમયે હાઇવેની વચ્ચોવચથી રેલિંગ ક્રોસ કરીને જવું એ અત્યંત ગંભીર બાબત છે. તેમ છતાં આવી રીતે અનેક લોકો હાઇવે રેલિંગ ક્રોસ કરીને સામે છેડે જતા હોય છે અને આવા અકસ્માતોનો ભોગ બનતા હોય છે. આ ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને થતા ગ્રામ્ય પોલીસે અકસ્માતમાં મોતને ભેટેલા યુવકના મૃતદેહનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે.

ગત માસમાં 6 વાહનો ભટકાવાની ઘટના બની હતીઉલ્લેખનીય છે કે નેશનલ હાઇ વે 48 વારંવાર અકસ્માતોની ઘટનામાં ગાજી રહ્યો છે. ગત માસમાં જ નવસારીમાં ચિખલી હાઈવે પર વાહનોની અકસ્માતની હારમાળા જોવા મળી હતી. અહીં ડિવાઈડરના કામના કારણે પહેલા વાહને બ્રેક મારતાં વાહનોની ટક્કરનો સિલસિલો જોવા મળ્યો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. નવસારીના નેશનલ હાઈવે નંબર 48 (Road Accident in National Highway 48 ) પાસેના મજીગામ હાઈવે પર અકસ્માતની હારમાળા જોવા મળી હતી. અહીં ડીવાઈડરના કલરનું કામ (National Highway 48 Navsari) ચાલી રહ્યું હતું ત્યારે કામના સ્થળના નજીકમાં જ બેરિકેડ ગોઠવી મજૂરો કલરકામ કરી રહ્યા હતા અને ત્યાં ઊભા રહી એક મજૂર ફ્લેગ બતાવી વાહનોને સતત કરી રહ્યો હતો. ત્યારે પૂરઝડપે આવતી એક કારે ફ્લેગ બતાવતા મજૂરને જોઈ અચાનક બ્રેક મારતા કારની પાછળ આવેલી એમ્બુલન્સ સહિત 6 વાહનો ધડાકાભેર અથડાતા વાહનોમાં મોટાપાયે નુકસાન થયું હતું અને હાઈવે પર વાહનોની કતાર લાગી ગઇ હતી. જેમાં એમ્બ્યુલન્સ ચાલક સહિત 3 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details