- નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વાંસ અને તેની વિવિધતા પર યોજાયો સેમિનાર
- વાંસમાંથી વિવિધ કલાકૃતિ અને ફર્નિચર બનાવનારા કારીગરોએ આપી વિદ્યાર્થીઓને તાલીમ
- તાલીમમાં નવસારી KVK સાથે સંકળાયેલા ખેડૂતો પણ જોડાયા
નવસારી :ડાંગ અને નવસારીના જંગલોમાં ઉગતા વાંસ આજે વૈશ્વિક ઓળખ બનાવી ચૂક્યા છે. વાંસના વિવિધતમ ઉપયોગને કારણે વાંસ ઉગાડતા ખેડૂતો આજે એન્ટરપ્રેન્યોર બનવા તરફ પગલાં માંડી રહ્યા છે. જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત વૈજ્ઞાનિકોનો સાથ મળતા હવે વાંસ ઉદ્યોગને એક નવો આયામ મળે એવી આશા સેવાઇ રહી છે.
ડાંગના કોટવાળીયા સમાજના કારીગરોએ વનિય કોલેજના 72 વિદ્યાર્થીઓને આપી તાલીમ
નવસારી કૃષિ યુનિવર્સિટીની વનિય કોલેજ દ્વારા જંગલોમાં સહેલાઈથી ઉગી નીકળતા વાંસ પર રિસર્ચ સાથે કોલેજના વિદ્યાર્થીઓની સ્કીલ ડેવલપ કરીને નવા એન્ટરપ્રેન્યોર બનાવવાના પ્રયાસો આરંભ્યા છે. વિદ્યાર્થીઓ પોતાના ભણતરનો ઉપયોગ વાંસની ખેતી અને તેના મુલ્યવર્ધન માટે કરી, ખેડૂતોને અને નવા સાહસિ ઉદ્યમીઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરશે.
આજે વિશ્વ વાંસ દિવસ
આજે વિશ્વ વાંસ દિવસના ઉપલક્ષ્યમાં કૃષિ યુનિવર્સિટીના સેન્ટ્રલ હોલમાં આયોજિત સેમિનારમાં જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને સ્થાનિય ખેડૂતોને વાંસની ખેતી કેટલી ઉપયોગી છે અને વાંસમાંથી ફર્નિચર, કલાકૃતિ અને વાંસના અથાણા, શાક વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી સાથે જ વિદ્યાર્થીઓ અને ખેડૂતોને યુનિવર્સિટીના બામ્બુ વર્કશોપમાં ડાંગના કોટવાળીયા સમાજના 30 જેટલા ખેડૂતો અને કારીગરોએ વાંસના ઉપયોગ થકી એન્ટિક વસ્તુઓ, કલાકૃતિ, ફર્નિચર તેમજ ખાવાની વસ્તુઓ બનાવવાની તાલીમ પણ આપી હતી.
ગુજરાતમાં વાંસ થકી ચાલતા 200 ઉદ્યોગો