નવસારીઃજિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા ખરસાડ ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં કુદગરા ફળિયામાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરની અગાશી પર સફાઈ કરતા સમયે એક મજૂરનું મોત થયું હતું. આ મજૂર મંદિરની ઉપરની વીજલાઈનને આકસ્મિક રીતે અડી જતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. તેના કારણે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ પણ વાંચોઃSanitation workers Death : રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલ મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત
મંદિરની સફાઈ દરમિયાન મજૂરે જીવ ગુમાવ્યોઃ ઘણી વાર બેદરકારીની કિંમત માણસે પોતાનો જીવ આપી ચૂકવવી પડતી હોય છે. તેનો જીવંત દાખલો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ખરસાડ ગામે બનેલી ઘટનાથી સાબિત થાય છે. જિલ્લાના જલાલપુર તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલું ખરસાડ ગામના કોડ ગરા ફળિયામાં ખોડીયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં ખરસાડ ગામના લોકોની મોટી આસ્થા બંધાઈ છે. તેથી ગામ લોકો અને અન્ય બહારથી આવતા લોકો આ મંદિરમાં સેવાના રૂપે કોઈ પણ કાર્ય કરતા હોય છે, જેમાં મંદિરની સાફ-સફાઈ રખ રખાવ તેવી અન્ય સેવાઓ તેમના દ્વારા કરવામાં આવતી હોય છે તથા મંદિરના રખ રખાવો અને સફાઈ માટે મજૂરો પણ બોલાવવામાં આવતા હોય છે.