ગુજરાત

gujarat

ETV Bharat / state

માટીના રંગબેરંગી દિવડાઓ તૈયાર કરી આત્મનિર્ભર બનતી વાસણ ગામની મહિલાઓ - વડા પ્રધાન નરેન્દ્ર મોદી વોકલ ફોર લોકલ

રંગો અને રોશનીનો તહેવાર એટલે દિવાળી. જેમાં લોકો હર્ષોલ્લાસ સાથે આવનારા વર્ષને વધાવે છે. દિવાળીના તહેવારમાં રંગબેરંગી અને અવનવી ડિઝાઇન વાળા દિવડાઓની પણ બજારમાં માગ રહે છે, ત્યારે નવસારીના વાસણ ગામની સખી મંડળની મહિલાઓએ માટીના કોડિયાને શુશોભીત કરી આકર્ષક દિવડાઓ બનાવ્યા છે. જેને બજારમાં વ્યાજબી ભાવે વેચીને સારી આવક મેળવે છે. જોકે આ વર્ષે કોરોના કાળમાં દિવડાઓનું બજાર પણ ઠંડુ રહેતા મહિલાઓએ આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

women-of-vasan-village-become-self-reliant-by-making-colorful-earthen-lamp
માટીના રંગબેરંગી દિવડાઓ તૈયાર કરી,

By

Published : Nov 8, 2020, 10:43 PM IST

  • સખી મંડળ દ્વારા સિઝનલ વ્યવસાય કરતી ગ્રામ્ય મહિલાઓ
  • ગ્રામ્ય મહિલાઓનો માટીના દિવડાઓને શણગારી આવક મેળવવાનો પ્રયાસ
  • કોરોના કાળમાં મેળાઓ ન થતાં મહિલાઓને આર્થિક નુકસાની


    નવસારી :રંગો અને રોશનીનો તહેવાર એટલે દિવાળી. જેમાં લોકો હર્ષોલ્લાસ સાથે આવનારા વર્ષને વધાવે છે. દિવાળીના તહેવારમાં રંગબેરંગી અને અવનવી ડિઝાઇન વાળા દિવડાઓની પણ બજારમાં માંગ રહે છે, ત્યારે નવસારીના વાસણ ગામના સખી મંડળોની મહિલાઓએ માટીના કોડિયાને શુશોભીત કરી આકર્ષક દિવડાઓ બનાવ્યા છે. જેને બજારમાં વ્યાજબી ભાવે વેચીને સારી આવક મેળવે છે. જોકે આ વર્ષે કોરોના કાળમાં દિવડાઓનું બજાર પણ ઠંડુ રહેતા મહિલાઓએ આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
    માટીના રંગબેરંગી દિવડાઓ તૈયાર કરી આત્મનિર્ભર બનતી વાસણ ગામની મહિલાઓ


    સખી મંડળો થકી આત્મનિર્ભર બની રહી છે ગ્રામ્ય મહિલાઓ

    રોશનીનો પર્વ દિવાળી, દરેક હૈયે હરખ લઈને આવ્યો છે. જોકે આ હરખ પર કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. છતાં લોકો કોરોના સામે સુરક્ષિત રહીને પોત-પોતાના કામમાં પરોવાયા છે. ત્યારે રક્ષાબંધને રાખડી, ઉનાળામાં મસાલા, પાપડ, પાપડી, અથાણા તેમજ દિવાળીએ માટીના વિવિધ ડિઝાઇનના હજારો કોડિયા મંગાવી તેને શુશોભિત કરીને કમાણી કરનારા જિલ્લાના વાસણ ગામના સખી મંડળોની મહિલાઓ પણ દિવાળીના ડેકોરેટીવ દિવડાઓ બનાવવામાં જોતરાઈ છે. વાસણ ગામના અલ્પનાબેન પટેલ અને તેમની સખીઓ અમદાવાદથી દિવડા મંગાવી, તેમાં વિભિન્ન રંગો, આભલા, ટીલડી વગેરેથી શણગારે છે. ખાસ કરીને અલગ-અલગ રંગોથી અને અલગ ચિત્રકારી સાથેના દિવડાઓ બનાવી, તેને મેળાઓમાં કે અલગ-અલગ જગ્યાએ સ્ટોલ રાખીને મહિલાઓ વેચાણ કરી પોતાના પરિવારને મદદરૂપ થવાનો પ્રયાસો કરે છે.
    માટીના રંગબેરંગી દિવડાઓ તૈયાર કરી


    ઘરકામ, ખેત મજૂરી બાદના ફુરસતના સમયમાં બનાવ્યા રંગબેરંગી દિવડાઓ

    વાસણ ગામે અલ્પનાબેન દ્વારા ચાલતા ઓમ સાંઈરામ સખી મંડળ સાથે એકતા સખી મંડળ અને સિદ્ધિ વિનાયક સખી મંડળની 30 મહિલાઓ દર વર્ષે ડેકોરેટીવ દિવડાઓ દ્વારા સારી કમાણી કરે છે. પરંતુ આ વર્ષે કોરોના કાળને કારણે માટીના રંગબેરંગી અને વિવિધ ડિઝાઇનના દિવડાઓ તેમજ ફલાવર પોટ્સ બનાવ્યા છે, પરંતુ મેળા ન થઈ શકતા તેના વેચાણની ચિંતા વધી છે. જોકે મહિલાઓ આસ-પાસના ગામડાઓમાં ફરીને દિવડાઓ વેચે છે, જ્યારે KVK, નવસારી બાગાયત વગેરે સંસ્થાઓના સહયોગથી અલ્પનાબેને રંગબેરંગી દિવડાઓના સ્ટોલ લગાવ્યા છે. તેમ છતાં ગત વર્ષ કરતા તેમને આર્થિક નુકશાન થવાની ચિંતા સતાવી રહી છે.



    ઓનલાઈન નહીં, સ્થાનિક બજારોમાંથી ખરીદી એટલે આત્મનિર્ભર ભારતને સમર્થન

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર બનાવા માટે હાંકલ કરવામાં આવી છે, જેમાં વોકલ ફોર લોકલની પણ અપીલ કરાઈ છે, ત્યારે ઓનલાઈન શોપિંગ કરવા કરતાં લોકો ગામડાની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા ડેકોરેટીવ દિવડાઓ ખરીદે, તો આત્મનિર્ભર ભારતને સમર્થન મળશે.

ABOUT THE AUTHOR

...view details