ગુજરાત

gujarat

ETV Bharat / state

Woman Bootlegger: નવસારીમાં BMW કારમાં દારૂની હેરાફેરી કરતી મહિલા બુટલેગર ઝડપાઈ - Woman Bootlegger

નવસારીમાં પોલીસે બાતમીને આધારે BMW કારમાં દારૂની હેરાફેરી કરતી મહિલા બુટલેગરને ઝડપી પાડી છે. કારમાં તપાસ કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતા. ગ્રામ્ય પોલીસે 25 લાખની કિંમતની BMW કાર તેમજ રૂપિયા 25 હજારની કિંમતનો એક મોબાઇલ સહિત રૂપિયા 26 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 1:37 PM IST

BMW કારમાં દારૂની હેરાફેરી કરતી મહિલા બુટલેગર

નવસારી:દમણથી દારૂ ગુજરાતની હદમાં ઘુસાડવા માટે બૂટલેગરો અલગ અલગ પેંતરા અજમાવી લાખોના દારૂનો વેપલો કરતા હોય છે. ત્યારે આ ધંધામાં હવે મહિલાએ પણ પોતાનો કસબ અજમાવી પોલીસને શંકા ના જાય તે હેતુસર મોંઘીદાટ કારને પોતે હંકારી લાખોનો દારૂ હેરફેર કરી રહી છે. ત્યારે નવસારી ગ્રામ્ય પોલીસ તથા પલસાણા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી 1,40,600ની કિંમતના દારૂ સહિત BMW કાર સહિત કુલ રૂપિયા 26,65,600ના મુદ્દામાલ સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડી હતી.

BMW કારમાં દારૂની હેરાફેરી

બાતમીને આધારે ગોઠવી વોચ: ગતરોજ નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ ડી કે પટેલ અને તેમના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેમને પલસાણા પોલીસ દ્વારા માહિતી મળી હતી કે કાળા કલરની એક BMWમાં એક મહિલા ઇંગલિશ દારૂનો જથ્થો ભરી સુરત પલસાણા તરફ જનાર છે. આ બાતમીને આધારે નવસારી ગ્રામ્ય પોલીસના પોલીસ જવાનો વોચ રાખી ઉભા હતા. તે દરમિયાન બાતમીવાળી કાર દેખાતા તેને ઉભી રાખવા ઈશારો કરતા મહિલાએ કાર ઉભી ન રાખી અને યુટર્ન મારી કાર મુંબઈ તરફ ભગાવી હતી.

મહિલા બુટલેગર

કારમાંથી મળી આવ્યો દારૂ: નવસારી ગ્રામ્ય પોલીસે તેનો પીછો કરતા બેફામ રીતે હંકારી અને આમડપોર પાસે સર્વિસ રોડ ઉપરથી આવતી એક swift કારના ચાલકને પાછળથી એક્સિડન્ટ કરતી પકડાઈ ગઈ હતી. ત્યારબાદ આ કારમાં તપાસ કરતા તેમાંથી એક નંબર પ્લેટ સહિત 19 પેટી દારૂ તેમજ ટીન બિયર મળી રૂપિયા એક લાખ ચાલીસ હજાર 600ની કિંમતનો દારૂ મળી આવ્યો હતા. ગ્રામ્ય પોલીસે 25 લાખની કિંમતની BMW કાર તેમજ રૂપિયા 25 હજારની કિંમતનો એક મોબાઇલ સહિત રૂપિયા 26, 65,600ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

" નેશનલ હાઈવે પરથી દારૂની હેરફેર માટે એક BMW કાર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલ છે. તેવી બાતમી મળતા પોલીસે હાઇવે પર નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન કાર આવતાં તેને રોકવાનો પ્રયાસ કરતા મહિલાએ કાર થોભાવી ન હતી. પોલીસે તેનો પીછો કરી કારને પકડી પાડી તપાસ કરતા મોટી સંખ્યામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. " - એસ કે રાય નાયબ પોલીસ અધિક્ષક નવસારી

ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ: વાપીના ગુંજન ચાર રસ્તા પાસે રહેતી 27 વર્ષીય ઉઝમાબેન ચુનારાને ઝડપી પાડી હતી. અગાઉ પણ આ મહિલા આ જ પ્રમાણે દારૂની હેરફેર કરી રહી હતી. દારૂ મંગાવનાર વલસાડ ખાતે રહેતા દેવાંગ ગણપત રાઠોડ તેમજ સુરતના અનાવલ ખાતે રહેતા હુસેન કાદર શેખને ભાગેડુ જાહેર કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  1. Vapi News: વાપી રેલવે સ્ટેશન પર બનતી ચોરીની ઘટના અને દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે- પશ્વિમ રેલવે ડિવિઝનના પોલીસ વડા
  2. Ahmedabad News: જેનરીક દવાની આડમાં દારૂની હેરાફેરી, અસલાલી પોલીસે લાખોની કિંમતનો દારૂ ઝડપ્યો

ABOUT THE AUTHOR

...view details