- કોરોનાની વકરેલી સ્થિતિમાં ઘણી ટ્રેનો રદ થઇ હતી
- કોરોનાના કેસ ઘટતા કેટલીક ટ્રેનોને સાપ્તાહિક દોડાવવામાં આવી રહી હતી
- મુંબઈ સુધીની એક્સપ્રેસ ટ્રેનો શરૂ થતા મુંબઈ જતાં વેપારીઓને રાહત
નવસારી : આ નિર્ણયને પગલે સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ( Surat-Bandra Intercity ) શરૂ થતાં રોજિંંદા અપડાઉન કરનારાઓની મુશ્કેલીમાં ઘટાડો થશે. કોરોનાનો ભારતમાં પગપેસારો થયા બાદ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રેલવે ( Western Railway ) દ્વારા તમામ ટ્રેનોને બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ ગત વર્ષે કોરોના કોરોનાના કેસોમાં ઘટાડો થતાં તબક્કાવાર ટ્રેનોને શરૂ કરવામાં આવી હતી. જેમાં ભીડ ઘટાડવા માટે ટ્રેનોમાં મુસાફરી માટે રિઝર્વેશન કમ્પલસરી કર્યું હતુ. જોકે ગત દિવસોમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવતા રેલ્વેએ ફરી ઘણી ટ્રેનો રદ કરવા સાથે કેટલીક ટ્રેનોને સાપ્તાહિક દોડાવી હતી. ખાસ કરીને મુંબઈમાં વકરેલી કોરોનાની સ્થિતિને કારણે મુંબઈ સુધી દોડતી ટ્રેનો રદ થઈ હતી. પરંતુ કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળતાં પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા અઠવાડિયામાં એકવાર દોડતી સુરત-બાંદ્રા ઇન્ટરસિટી, ભાવનગર અને અવંતિકા એક્સપ્રેસ ત્રણ ટ્રેનોને 21 જૂન પછીથી તબક્કાવાર ડેઇલી દોડાવવાનો નિર્ણય કર્યો છે. રેલવેના આ નિર્ણયથી મુંબઈ જતાં વેપારીઓની મુશ્કેલીઓમાં ઘટાડો થશે.
આંગડીયા અને હીરાના વેપારીઓને મળશે રાહત
પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા ટ્રેન નં. 02935 સુરત બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ ( Surat-Bandra Intercity ) 26 જૂનથી ડેઇલી દોડાવવાનો નિર્ણય કર્યો છે. સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ( Surat-Bandra Intercity ) નવસારી રેલવે સ્ટેશન પર સવારે 09:53 કલાકે અને સાંજે 04:15 કલાકે થોભશે. જેથી વલસાડ, વાપી તેમજ મુંબઈના કેટલાક મહાનગરોમાં નોકરી ધંધાર્થે જનારા અપડાઉન કરનારાઓને મોટી રાહત મળશે. ખાસ કરીને આંગડીયા અને હીરાના વેપારીઓની મુશ્કેલીઓમાં ઘટાડો થશે. જેની સાથે ભાવનગર અને અવંતિકા એક્સપ્રેસને પણ તબક્કાવાર ડેઇલી દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા કરવામાં આવ્યો છે.
ડીઆરએમને રજૂઆતને પગલે શરૂ થઈ રહી છે ટ્રેન
નવસારી રેલવે સલાહકાર સમિતિના સભ્ય સંતોષ લોટાણી દ્વારા 5 દિવસ અગાઉ પશ્ચિમ રેલવેના ( Western Railway ) ડિવિઝનલ મેનેજરને મુંબઇ જનારા વેપારી વર્ગને આંગડિયાઓને લાભદાયી થાય એ રીતે ટ્રેનો શરૂ કરવાની માગ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને રેલ મંત્રાલય ( Ministry of Railway ) દ્વારા મુંબઈ સુધી દોડતી ત્રણ ટ્રેનોને ડેઇલી કરવાનો નિર્ણય કરાતા નવસારીના વેપારી આલમમાં ખુશી જોવા મળી છે.
આ પણ વાંચોઃ આધુનિક ટેકનોલોજીનો કમાલ: Valsad Overbridgeનું 6 મહિનાનું કામ 20 દિવસમાં થશે પૂરું