અતિભારે વરસાદને કારણે અંબિકામાં ઘોડાપૂર આવ્યું છે. જેથી ઠેકઠેકાણે પાણી ભરાવા સાથે ગણદેવી ધમડાછા અમલસાડ માર્ગ, બીલીમોરા ગણદેવી આંતરિક જૂનો માર્ગ બંધ થયા હતા. જ્યારે ભાઠાનું ઘોલ ફળિયા, કોઠી ફળિયા સંપર્ક વિહોણા બન્યા હતા. અંબિકા નદીમાં પૂરની સ્થિતના પગલે તંત્રએ ભારે વરસાદને પગલે 28 જેટલા ગામોમાં એલર્ટ જાહેર કર્યું છે. અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે અને હાલ 27.6 ફૂટ વહી રહી છે.
અંબિકામાં ઘોડાપૂર, નવસારીમાં NDRFની બોટ પલ્ટી - અંબિકામાં ઘોડાપૂર
નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે નવસારીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વલસાડની ઔરંગા નદી અને નવસારીની અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે નદીકાંઠાના અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે, તો નવસારીના વાંગરી ગામે રેસ્ક્યુ કરવા જતાં NDRFની બોટ ઘટના પલટી મારી ગઈ છે. NDRFની ટીમના ફસાયા હતાં. જેમાંથી એક સ્થાનિક રહેવાસી પણ સાથે હતો. 3 NDRFના જવાન બોટ સાથે બચી ગયા છે, ત્યારે 2 NDRF જવાન અને સહિત સ્થાનિક વ્યક્તિ તણાયો હતો. હાલમાં તાણાયેલા લોકોને બચાવવા દોડધામ શરૂ કરાઇ છે.

ગણદેવીના એક ગામમાં 25 પરિવાર ફસાઈ જતા એરલિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી છે. જ્યારે વલસાડ જિલ્લાના મધુબન ડેમની સપાટીમાં વધારો થતા 10 દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી દમણગંગા પણ ગાંડીતુર બની છે.
વાયુસેનાના બે હેલિકોપ્ટરથી એકલિફ્ટ
અંબિકા નદીની સપાટી વધતા બીલિમોરા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. અંબિકા નદીની સપાટી હજી પણ વધે તેવી શક્યતા છે. જે જોતા તંત્ર દ્વારા NDRFની બે ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે ગણદેવીના ભાટ ગામમાં 25 જેટલા પરિવાર ફસાઈ જતા ભારતીય વાયુ સેના દ્વારા વડોદરાથી બે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યાં છે અને પરિવારને એરલિફ્ટ કરવાની કામગીરી હાથ ધરી છે.